Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરુણા અભિયાન-૨૦૨૩ : રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા કુલ 9523 પક્ષીઓને સારવાર અપાઇ

  • January 19, 2023 

ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ૧૦ થી ૧૬ જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી કુલ 9523 પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે.




પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ વધુ વિગતો આપતા કહ્યું કે, કરૂણા અભિયાન-૨૦૨૩માં સમગ્ર રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે તબીબો તથા 8 હજારથી વધારે સ્વયંસેવકોએ ખડેપગે કાર્યરત રહીને પક્ષી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. આ ઉપરાંત 333 જેટલી એન.જી.ઓ.એ વન વિભાગ સાથે મળીને આ કામગીરી વધુ સરળ બનાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News