Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાના કરચેલીયા ગામે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુસર આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

  • January 09, 2024 

રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની પ્રતીતિ અને સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેવા હેતુ સાથે તાલુકા વહીવટીતંત્ર દ્વારા મહુવા તાલુકાના કરચેલીયા ગામે ૯મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો, સાધનસહાયનું વિતરણ કરાયું હતું. તાલુકાના ૪૬ ગામોનું ક્લસ્ટર બનાવી લાભાર્થીઓને ઘરઆંગણે લાભો આપવા સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે. આ સેવા સેતુમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, સાત બાર/આઠ-અના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ, નિરાધાર વિધવા સહાય યોજના જેવી અનેકવિધ પ્રજાલક્ષી ૫૨ યોજનાઓના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application