જુનિયર એનટીઆર તથા જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા’ને બે દિવસમાં કુલ ૧૨૦ કરોડથી વધુની કમાણી થઈ છે. જોકે આ ફિલ્મ મોટાભાગે તેલુગુમાં જ ચાલી છે. જાહ્નવી કપૂરની હાજરીનો હિંદી વર્ઝનમાં કોઈ ખાસ ફાયદો થયો નથી. ફિલ્મને તેલુગુમાં પહેલા દિવસે ૭૩ કરોડ રૂપિયા અને બીજા દિવસે ૨૯ કરોડની કમાણી થઈ હતી. તેની સામે હિંદીમાં પહેલા દિવસે સાત કરોડ અને બીજા દિવસે નવ કરોડની જ કમાણી થઈ છે.
ટ્રેડ પંડિતોના અનુમાન અનુસાર સોમવારથી આ ફિલ્મનાં હિંદી વર્ઝનની કમાણીમાં મોટાપાયે ઘટાડો જોવા મળી શકે છે. આ ફિલ્મ રીલિઝ થયા પછી શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવની 'સ્ત્રી ટૂ'ની કમાણી ઘટશે તેવી ધારણા હતી. પરંતુ, તેવું બન્યું નથી. જાહ્નવી કપૂરે આ ફિલ્મ દ્વારા તેલુગુમાં ડેબ્યૂ કર્યું છે. નિર્માતાએ જાહ્નવી ઉપરાંત સૈફ અલી ખાન જેવા સ્ટાર્સને ઉત્તર ભારતીય બોક્સ ઓફિસને ધ્યાને રાખીને સાઈન કર્યા હતા. જાહ્નવીનું આ ફિલ્મનું ડાન્સ સોંગ પણ વાયરલ બન્યું હતું. પરંતુ ટિકિટબારી પર તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી. જાહ્નવીએ તમિલનાડુમાં પણ આ ફિલ્મ માટે બહુ પ્રમોશન કર્યું હતું. તેણે પ્રમોશન વખતે કડકડાટ તમિલ બોલીને ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પરંતુ, પહેલા બે દિવસમાં તમિલમાં આ ફિલ્મની કમાણી માં બે કરોડ રૂપિયા થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application