Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જિલ્લા પંચાયત તાપીની ખાસ સામાન્ય સભા યોજાઇ : ૧૫માં નાણાપંચની જોગવાઈમાંથી કુલ ૧૨૨ કામો માટે રૂા.૬૯૯.૯૮ લાખની બહાલી આપવામાં આવી

  • September 15, 2022 

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં  જિલ્લા પંચાયત તાપી- વ્યારાની ખાસ સામાન્ય સભા યોજાઇ હતી.આ સભામાં ૧૫મું નાણાપંચ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ જિલ્લા કક્ષાએ ૧૦ ટકા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, અનટાઈડ /બેઝિક ૪૦% સદરે માળખાગત વિકાસ, શિક્ષણ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, મહિલા અને બાળવિકાસ, આરોગ્ય અને સ્વાસ્થ્ય, સામાજિક સુરક્ષા અને સામાજિક ન્યાય, કૃષિ પશુપાલન ડેરી, વિકાસ અને મત્સ્યોદ્યોગ માટે રૂા.૨૭૯.૯૯ લાખ તથા ટાઈડ ગ્રાન્ટ ૬૦% સદરે પાણી પુરવઠા, R.O પ્લાન, શૌચાલય, ગટર, ટ્રેકટર–ટોલી ડોર ટુ ડોર કચરા કલેકશન માટે તથા કચરાપેટીઓ માટે રૂ।. ૪૧૯.૯૯ લાખના આમ, કુલ રૂા. ૬૯૯.૯૮ લાખના કામોની બહલી આપવામાં આવી હતી.



       

જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેનટ, ડોર ટુ ડોર ગારલેજ કલેકશન, એમ્યુલન્સ વાન, સોલાર પંપ, પ્રા.શાળાના ઓરડાઓનું અપગ્રેડેશન / શેડ, આંગણવાડી બાંધકામ, છાત્રાલયોના રીપેરીગ વિગેરેના ઉકત ૧૫માં નાણાપંચની કામોની વહેંચણી બાબતે સરકારશ્રી ધ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે સચિવશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયા દ્વારા જિલ્લાના સદસ્યશ્રીઓને સમજુત કરવામાં આવ્યા હતા, તેમજ ગ્રામ વિકાસ માટેના તમામ કાર્યો હાલ વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ વેળાસર કામો પુર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ તમામ સદસ્યશ્રીઓ દ્વારા સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. અંતમાં જિલ્લા પ્રખુખશ્રી તથા સામાન્ય સભાના અધ્યક્ષશ્રીએ ૧૫ માં નાણાપંચના કામોની બહાલી મળતાં તમામનો આભાર માની સભાનું કામકાજ પુર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યુ હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application