વરાછા જુનો બોમ્બે માર્કેટ ગેટ-૧ પાસેથી મોબાઈલમાં ફેમશ નામની વેબસાઈડ આઈ.ડી ઉપર ઓનલાઈન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા રત્ન કલાકારને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૪૬ હજારના મુદ્દામાલ કબજે કર્યો છે.
વરાછા પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ વરાછા જુની બોમ્બે માર્કેટ ગેટ-૧ પાસેથી બાતમીના આધારે મોબાઈલમાં ફેમશ નામની વેબસાઈટ આઈડી ઉપર ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા દીલીપ પ્રહલાદ પટેલ (રહે,સનફ્લાવર એપાર્ટમેન્ટ ભીમરાડ અલથાણ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દિલીપ પાસેથી રોકડા ૩૬,૫૦૦ અને મોબાઈલ મળી કુલ રૂપીયા ૪૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં દીલીપે આઈડી બાલા અને અલ્પેશ ઉર્ફે ચકો પાસેથી લીધી હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ બતાવયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application