પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ થયેલ હિંસા મામલે ત્યાંના કેટલાક લોકો પર થયેલ અત્યાચાર મુદ્દે ન્યાયની અપેક્ષા સાથે તાપી જિલ્લામાં જનજાગૃતિ સુરક્ષા મંચ દ્વારા આવેદનપત્ર જિલ્લા સમહર્તાને આપવામાં આવ્યું હતું.
આ આવેદન બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુ વસાવાની આગેવાનીમાં જનજાગૃતિ સુરક્ષા મંચના કાર્યકરોએ તાપી જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું, આવેદનમાં આદિવાસીઓ પર થયેલ અત્યાચાર,બળાત્કાર અને હત્યા મામલે કસુરવારોને સજા અને પીડિતોને યોગ્ય ન્યાયની સાથે વળતર મળે તેવી માંગ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application