Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલા ખાતે “જન ઔષધિ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

  • March 09, 2023 

“જેનરિક દવાઓ ગુણવત્તાયુક્ત, અસરકારક અને બ્રાન્ડેડ દવાઓની સરખામણીએ ૭૦ ટકાથી વધુ સસ્તી” પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) સહિત વધુ એક પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જનસામાન્ય માટે આશિર્વાદરૂપ બની છે. રાજપીપલાના ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષા નિલાંબરીબેન પરમારની અધ્યક્ષતામાં “આઝાદી કા અમૃત મહોત્સવ”, “G-20” થીમ આધારિત પાંચમા “જન ઔષધિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો હેતુ જનઔષધિ યોજના વિશે જન-જાગૃતિ વધારી જેનરીક દવાઓને પ્રોત્સાંહન પુરું પાડવાનો હતો.








જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષા નિલાંબરીબેન પરમારે આ પ્રસંગે જણાવ્યું કે, પરિવારના સભ્યો બિમાર પડે ત્યારે બજારની મોંઘી અને બ્રાન્ડેડ દવા ખરીદવી મજબુરી બની રહે છે. જે વધુ ખર્ચાળ હોય છે. ત્યારે ગુણવતાયુકત અને અસરકારક જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં ૬૦ થી ૭૦ ટકા સસ્તા દરે જન ઔષધિ કેન્દ્રો પુરી પાડીને સામાન્યમ લોકોની સારવારમાં આશિર્વાદરૂપ બની રહી છે. પરમારે સંબંધિત અધિકારીઓને જિલ્લામાં કાર્યરત જનઔષધિ કેન્દ્રો તેમજ ગુણવત્તાયુક્ત, અસરકારક અને સસ્તી દવાઓ અંગે લોકોને માહિતગાર કરવા માટે આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ હાથ ધરવા અનુરોધ કર્યો હતો.








કાર્યક્રમ પૂર્ણ થયે જનઔષધિ કેન્દ્રની મુલાકાત લઈને પ્રજાજનોને કેન્દ્ર તરફથી મળવા પાત્ર લાભને વધુ સરળ કઈ રીતે બનાવી શકાય તે અંગે કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા. આ વેળાએ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલભાઈ વસાવાએ જણાવ્યું કે, આજે ડાયાબિટીસ, બ્લડપ્રેસર, કેન્સર, ક્ષય સહિત અન્ય રોગો માટે દવાઓ ખોરાક જેટલી જ અનિવાર્ય બનતા જેનરિક દવાઓ આઉટ ઓફ પોકેટ ખર્ચ પરનું ભારણ ઘટાડી શકે છે. વધુમાં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આહ્વાન બાદ ડોક્ટરોને જેનરિક દવાઓના પ્રચાર અને દર્દીઓમાં તેની સમજ ઉભી થાય તે હેતુથી દરેક જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા અનુરોધ કર્યો હતો.








ઉપરાંત મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોએ જનઔષધિ યોજના અંગે જન-જાગૃતિ વધારવા સહિત જેનરિક દવાઓને પ્રોત્સાહિત કરીને પોતાના પ્રતિભાવો અને જેનરિક દવાઓના ઉપયોગ અંગે હોલમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં સૌ પ્રેક્ષકોને પરિયોજના અંતર્ગત ટૂંકી ફિલ્મ નિદર્શન દ્વારા જાગૃત કરાયા હતા. દેશમાં આશરે ૯૦૮૨ અને ગુજરાતમાં ૫૧૮ જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના કેન્દ્રો કાર્યરત છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલાના વ્રજ કોમ્પલેક્ષ ખાતે પણ ૧ જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે, જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પ્રજાજનોને અનુરોધ કરાયો હતો.







આ પ્રસંગે હોલમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રના સંચાલકશ્રી કૃણાલસિંહ રાવલજીએ પણ જિલ્લાવાસીઓને જેનરિક દવા માટે લોકો દ્વારા મળી રહેલા પ્રતિસાદને પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા. જનઔષધિ યોજના વિશે જન-જાગૃતિ વધારવા અને જેનેરીક દવાઓને પ્રોત્સાસહન આપવા માટે દર વર્ષે ૭ મી માર્ચને “જન ઔષધિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ “જન ઔષધિ સસ્તી્ ભી, અચ્છી ભી” છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુ્ટિકલ્સછ વિભાગની મુખ્યા યોજના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application