Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામનગર જિલ્લામાં ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ વચ્ચે ઠંડીનો ચમકારો વધ્યો

  • November 19, 2024 

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા ચાર દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો હતો, અને ઠંડીનો પારો 20.0 ડિગ્રીથી નીચે ઉતરીને 18.0 ડિગ્રીએ પહોંચ્યો હતો, જેથી રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થયો હતો. જેમાં સવારે નજીવો વધારો જોવા મળ્યો છે, અને લઘુત્તમ તાપમાન 17.5 ડીગ્રી નોંધાયું છે.


છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડીનો માહોલ જયારે બપોરે આકરો તાપ ઉપરાંત વહેલી સવારે ઝાકળનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં પરમ દિવસે સવારથી ઠંડીનો ચમકારો વધી ગયો છે અને ઠંડીનો પારો ધીમે ધીમે નીચે સરકી રહ્યો છે. દરમિયાન સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું, જયારે મહત્તમ તાપમાન 32.1 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 56 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15થી 20 કીમીની ઝડપે રહી હતી. હાલાર પંથકમાં હજુ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application