Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જામનગરથી સુરતના ઉધના સુધી દોડશે

  • November 17, 2023 

જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર સ્ટોપેજ છે. આ ટ્રેનમાં AC ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ત્યારે હવે આ ટ્રેનને વધુ એક સ્ટોપેજ અપાયું છે. એટલે કે હવે આ વંદે ભારત ટ્રેન જામનગરથી સુરતના ઉધના સુધી દોડશે. આ નિર્ણયથી જામનગર અને સુરતવાસીઓની સુવિધામાં વધારો થયો છે. મહત્વનું છે કે, ટુંક સમયમાં વધુ એક રૂટ પર વંદે ભારત ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ છે. જેના માટે ભારતીય રેલવે દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવી વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી દોડશે. હાલની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20901/20902 હાલમાં અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડી રહી છે.



વંદે ભારત આ રૂટ પરની સૌથી ઝડપી અને સૌથી આરામદાયક ટ્રેન છે. આ જોતાં રેલવે બોર્ડે અમદાવાદ-મુંબઈ રૂટ પર બીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનનું ટ્રાયલ 10મી નવેમ્બરથી શરૂ થયું છે. હવે તેના સંચાલન અંગે અંતિમ નિર્ણય લેવાશે. તારીખ 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકસાથે 9 વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી. આ અંતર્ગત જામનગરથી અમદાવાદ વચ્ચે પણ વંદે ભારત ટ્રેનને પણ લીલીઝંડી અપાઇ હતી. આ સિવાય હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા અને વિજયવાડા-ચેન્નઈ વચ્ચે પણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી અપાઇ હતી. આ 9 વંદે ભારત ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા વધીને 33 થઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application