Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

  • November 09, 2024 

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મીની વિરપુર તરીકે જાણીતા બનેલા બારડોલીમાં જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતીના પાવન અવસરે ભક્તરાજ જલારામ પ્રાથના સમાજ મંદિર ખાતે અનેક કાર્યક્રમો આયોજીત કરીને ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન શ્રધ્ધાળુઓ જલાબાપાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. બારડોલી મુખ્ય રાજમાર્ગ પર આવેલા ભકતરાજ જલારામ મંદિર ખાતે શુક્રવારે જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતીનાં પાવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી.


જલારામ પ્રાર્થના સમાજ મંદિર ખાતે શુક્રવારે મળસ્કે ૪:૩૦ કલાકે પ્રાત: આરતી, ૪.૪૫ કલાકે અન્નકુટ દર્શન, ૯ કલાકે પાદુકા પૂજન અને સત્યનારાયણની મહાપૂજા, ૯:૩૦ કલાકે રક્તદાન શિબિર, ૧૦ કલાકે ધ્વજારોહણ, ૧૧ કલાકે મહાપ્રસાદ, ૧૧:૩૦ કલાકે સંગીતમય દત્તબાવની, બપોરે ૨:૦૦ કલાકે સંગીતમય સામુહિક જલારામ બાવની (૧૧ વખત), ૬:૩૦ કલાકે સંધ્યા આરતી, ૭:૦૦ વાગ્યે અન્નકુટ પ્રસાદ વિતરણ, ૭:૪૫ વાગ્યે પંચાંગ વિમોચન, રાત્રે દાતાઓનુ સન્માન અને સવારની આરતી બાદ રાત્રે ૯ વાગ્યે લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે બારડોલીમાં ખૂબ જ વિશાળ આયોજન સાથે ભવ્ય ઉજવણી થતી આવી છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ પરીવાર સાથે દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application