Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Jal Jeevan Mission : તાપી જિલ્લામાં નલ સે જલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર : તકલાદી કામગીરી સામે આવી, વાસ્મો અધિકારીએ શું કહ્યું ??

  • July 07, 2022 

નિઝર અને ઉચ્છલના ગામોમાં “નલ સે જલ” યોજના અંતર્ગત તાલુકાના વિવિધ ગામોમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) પ્રોજેક્ટ દ્રારા થયેલા કામો ટાંકી,બોર,પાઇપ લાઇન,નળ વગેરેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સાથે તકલાદી કામગીરી સામે આવી છે.તેમ છતાં લાડકાયા તંત્ર દ્વારા ૨,૧૦,૦૦૦/- જેટલા ઘર ઘર નળ કનેક્શન આપી ૯૫ ટકા કામગીરી પૂર્ણ બતાવી સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે.

કોઇ પણ ઘરને ટીપું પાણી મળ્યુ નથી


નિઝર તાલુકાના કાવઠા ગામ તેમજ ઉચ્છલના ફૂલવાડી સહિતના આસપાસના ગામે સરકાર દ્વારા વાસ્મો યોજના અંતર્ગત લોકહિતમાં મસમોટી રકમ ગ્રાન્ટ સ્વરૂપે બજેટ ફાળવવામાં આવ્યું છે અને કામ પૂર્ણ થયા અને કોન્ટ્રાકટરને રકમ ચૂકવી દીધાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. અહીના વિસ્તારમાં બોર અને ટાંકીનું સ્થળ તપાસ કરતા બોરમાં પાણી ન હતુ.કોઇ પણ ઘરને ટીપું પાણી મળ્યુ નથી,લોકો સુધી પાણી ન પહોચ્યાની ફરિયાદ ઉઠવા પામી છે.


આ ઉપરાંત નિઝર અને ઉચ્છલ તાલુકાના અનેક ગામોમાં પણ આવુ જ તકલાદી કામ જોવા મળ્યું હતું. વાસ્મો દ્વારા કેટલાક ગામોમાં કામ પૂર્ણ થઈ ગયેલ અને કોન્ટ્રાકટરને બિલોની ચુકવણી પણ થઈ ગઈ હોવા છતાં આજે પણ લોકોને તેમના ઘર બહાર લગાવેલ નળમાં પાણી પહોંચ્યું નથી.


યોજનાની વિજિલન્સ તપાસ થાય તે જરૂરી.................

વાસ્મો દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.ટાંકી,પાઇપલાઇન અને નળ નાખવામાં ખૂબ વેઠ ઉતારવામાં આવી છે.લોકોને નળમાં પાણી મળ્યું જ નથી તેમ છતાં કોન્ટ્રાકટરોને બિલોનું પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું છે.યોજનાની વિજિલન્સ તપાસ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. 


જિલ્લા વાસ્મો અધિકારીએ શું કહ્યું ?? -આશરે ૧૬૫ જેટલા લાઈટ કનેક્શન આપવાના બાકી

ઉચ્છલ અને નીઝરમાં તપાસ કરવી લેવું છું બનતા પ્રયાસો કમ્પ્લીટ કરાવી દઈશ, જોકે ગામના સરપંચે અને પાણી સમિતિએ પણ એક્ટીવ થવાની જરૂર છે, કામગીરી પ્રગતીમાં છે, જિલ્લામાં કુલ ૨,૧૦,૦૦૦/- જેટલા ઘર ઘર નળ કનેક્શન આપી ૯૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, આશરે ૧૬૫ જેટલા લાઈટ કનેક્શન આપવાના બાકી છે.


પાણી પુરવઠાની ટાંકી હોય પણ એમાં હું કાંઈ કહી શકતો નથી,

જોકે ત્રણ વર્ષ પહેલા મુકવામાં આવેલ ટાંકીમાંથી લોકોને આજદિન સુધી પાણી મળ્યું ન હોવાનું પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, બે-ત્રણ ફેક્ટર કામ કરતા હોય છે, પાણી પુરવઠાની ટાંકી હોય પણ એમાં હું કાંઈ કહી શકતો નથી,પરંતુ જે ગામને પાદરમાં સંપ હોય ત્યાંથી ગામની અંદર સુધી લાઈન નાખીએ છીએ અને કનેક્શન આપીએ છીએ.


આપની રજૂઆતો અને સમસ્યાઓને તંત્રના પ્રમાણિક અધિકારીઓ સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયાસો કરીશું.

આપને અહીં જણાવી દઈએ છીએકે, તાપીમિત્ર દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી આપના વિસ્તારમાં નલ સે જલ યોજનામાં ગેરરીતિઓ/ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તો ફોટો સાથે ટૂંકી વિગત લખી મોકલવા જણાવ્યું હતું,જેમાં આપ સહુ વાંચક મિત્રોની મદદથી અમોને સફળતા મળી છે. હમો આપની રજૂઆતો અને સમસ્યાઓને તંત્રના પ્રમાણિક અધિકારીઓ સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયાસો કરીશું.


આજેજ તાપીમિત્રના વોટ્સએપ નંબર ૭૮૨૦૦૯૨૫૦૦ પર ફોટા સાથે વિગત લખી મોકલાવો..

આપના ગામમા નલ સે જલ યોજનામાં પાણીની ટાંકીના કામો થયા છે ?? ટાંકી, બોર, પાઇપ લાઇન વગેરેના સાધનો બરાબર ફિટિંગ કરવામાં આવ્યા છે ?? ટાંકી માંથી આપને પાણી મળે છે ?? આપના વિસ્તારમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) પ્રોજેક્ટ દ્રારા થયેલા કામોમાં (નલ સે જલ યોજનામાં) ભ્રષ્ટાચાર થયો હોય,કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિઓ આચારવામાં આવી હોય તો આજેજ તાપીમિત્રના વોટ્સએપ નંબર ૭૮૨૦૦૯૨૫૦૦ પર ફોટા સાથે વિગત લખી મોકલાવો..





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News