ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદ થી સાપુતારા ખાતે સરવર કોલોની અને પાણી પુરવઠા ની દીવાલ તૂટી પડી હતી, જ્યારે સાપુતારા માલેગામ ઘાટમાર્ગ વચ્ચે ઠેરઠેર ભેખડો,પથ્થરની શિલાઓ માર્ગ ઉપર ધસી પડી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બૉરખલ ગાયખાસ વચ્ચેનું નાળુ તથા નાનાપાડા થી કુમારબંધ વચ્ચેના કોઝવેમાં ગાબડું પડ્યું હતું. આ સાથે જ અંબીકા અને ખાપરી નદીને અડી આવેલ ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું હતું.(વનરાજ પવાર દ્વારા આહવા-ડાંગ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application