આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, રાજયમાં કોવિડ-૧૯ થી મૃત્યુ પામેલના વારસદારોને ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર રૂ. ૫૦,૦૦૦/ની સહાય (Ex-gratia assistance) આપવાનું ઠરાવેલ છે. જે અન્વયે આવા કોવિડ-૧૯થી મૃતકના વારસદારોને ઘરેબેઠા ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે.
www.iora.gujarat.gov.in પોર્ટલના હોમપેજ ઉપર Covid-19 Ex-gratia payment પર ક્લિક કરવાથી આ મુજબની www.iora.gujarat.gov.in/Cov19_login.aspx લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પોર્ટલ ઉપર મોબાઇલ/કોમ્પ્યુટરથી OTP જનરેટ કરી નીચે મુજબના કોઈ પણ એક પુરાવો અપલોડ કરી અરજી કરવાની રહેશે.
- RT-PCR
- રેપીડ એન્ટીજન
- કોવિડ-૧૯ની તબીબી સારવાર નિદાનના આધારની નકલ
- મોલેક્યુલર ટેસ્ટ
- ફોર્મ-૪ / ફોર્મ-૪-A આ સિવાય નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- મૃતકના મરણ પ્રમાણપત્રની નકલ
- વારસદારોનું સોગંધનામુ
- સહાય મેળવનાર વારસદારની બેંક પાસબુક/ક્રોસ ચેકની નકલ
આ સિવાય, સબંધિત મામલતદાર કચેરી કે જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે રૂબરૂ(ઓફલાઇન) અરજી પહોંચાડીને પણ અરજી કરી શકાશે.અરજદાર/મૃતકના વારસદારને જો અરજીના નિર્ણય સામે વાંધો કે ફરીયાદ હોય તો નીચે જણાવ્યા મુજબની ગ્રીવન્સ રી-ડ્રેસલ સમિતિમાં ઓનલાઈન www.iora.gujarat.gov.in પોર્ટલ ઉપર અથવા રૂબરૂ કલેકટર કચેરીમાં અરજી કરી શકાશે.
- મહાનગરપાલિકા સિવાયના વિસ્તાર માટે
- નિવાસી અધિક ક્લેક્ટર (RAC) (અધ્યક્ષ)
- મુખ્ય જિલ્લા મેડીકલ ઓફીસર (CDMO)
- મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) (સભ્ય સચિવ)
- ફિઝીશીયન (જિલ્લા હોસ્પિટલ/મેડીકલ કોલેજ)
- પ્રોફેસર, કોમ્યુનિટી મેડિસીન (સંલગ્ન કોલેજ) : આ સિવાય પોર્ટલ સંબંધિત ઓનલાઇન અરજી કરવા બાબતે જરૂરી માર્ગદર્શન મેળવવા સારૂ જિલ્લા હેલ્પલાઇન નં. ૧૦૭૭ અને ૦૨૬૨૬૨૨૩૩૩૨ ઉપર સંપર્ક કરી શકાશે એમ કલેકટર તાપી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500