Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં રસ્તાના કામમાં ગેરરીતિ : ભાજપના એક વગદાર આગેવાન સંડોવાયેલ હોવાના આક્ષેપો સાથે ડીડીઓને રજુઆત કરાઈ

  • September 28, 2022 

વાલોડના હથુકા ગામમાં એ.ટી.વી.ટી. હેઠળ બનાવવામાં આવેલ રસ્તાના કામમાં  ગેરરીતિમાં ભાજપના એક વગદાર આગેવાન સંડોવાયેલ હોવાનું આક્ષેપો સાથે આજરોજ એક આવેદનપત્ર  ડીડીઓને આપવામાં આવ્યું છે.





ડીડીઓને આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર વાલોડના હથુકા ગામના જાગૃત નાગરિકો દ્વારા રસ્તાના કામ માં ભ્રષ્ટાચાર થયો હોવાથી તેની તપાસ કરવામાં આવે એવી માંગણી કરતું  લેખિત આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપવામાં આવ્યું હતું તેમ છતાંય કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જે બાદ તાલુકા પંચાયતના વિપક્ષના સભ્યો દ્વારા આજરોજ ડીડીઓ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.ધનસુખભાઈ રવજીભાઈના ઘર તરફ જતો રસ્તો તાલુકા કક્ષાએથી સને ૨૦૧૯-૨૦ ના વર્ષમાં એ. ટી.વી. ટી.(કાર્યવાહક સમિતિ ) ના આયોજનમાં મંજુર કરેલ હતો,અને રૂ.૧,૦૦,૦૦૦ /- ફાળવવામાં આવ્યા હતા. પરંતુ રસ્તા નું કામ યોગ્ય રીતે કરવામાં આવેલ ન હોવાથી સ્થાનિકો દ્વારા હોદ્દેદારોને મૌખિક અને લેખિત  રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાંય યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી.




વધુમાં આ રસ્તામાં થયેલ ભ્રષ્ટાચારમાં ભાજપના એક વગદાર આગેવાન સંડોવાયેલા છે. જેમને બચાવવાનો પ્રયત્ન તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યા છે, જિલ્લા કક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓની પોલ ખુલી જાય એમ છે. તેમજ ટૂંક સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરીને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ન લેવામાં આવે તો વિપક્ષના સભ્યો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application