Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાનાં ઉમેદવારો માટે અમૂલ્ય તક : સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું આયોજન

  • May 04, 2022 

ભારતીય સુરક્ષા કાર્યદળ નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇન્ટેલિજેન્સ સર્વિસ ઇન્ડિયાના સહયોગથી નવસારી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો તા.૦૫/૦૫/૨૦૨૨ના રોજ શ્રી પ્રતાપ હાઇસ્કુલ, વાંસદા ખાતે, તા.૦૬/૦૫/૨૦૨૨ના રોજ ડી.ઇ.ઇટાલીયા સ્કુલ, ચીખલી ખાતે, તા.૦૭/૦૫/૨૦૨૨ના રોજ જે.જે.મહેતા હાઇસ્કુલ, બીલીમોરા ખાતે, તા.૦૮/૦૫/૨૦૨૨ સરદાર શારદા મંદિર, વિજલપોર ખાતે, તા.૦૯/૦૫/૨૦૨૨ ના રોજ આર.ડી.પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ચોવીસી ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૧૦-૦૦ થી સાંજે ૪-૦૦ કલાક સુધી રહેશે.



એસ.એસ.સી.આઇ.રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસના ભરતી અધેકારી ભરત દેવરીયાના જણાવ્યાં અનુસાર ઉમેદવારની વય મર્યાદા ૨૧ થી ૩૬ વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ/નાપાસ, ઉચાઇ ૧૬૮.સેમી, વજન ૫૬ કિલો, છાતી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. ઉમેદવારોએ તમામ ડોકયુમેન્ટસની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા, આધારકાર્ડ સાથે રાખવાના રહેશે. પાસ થનાર ઉમેદવારને રીજનલ ટ્રેનીંગ સેન્ટર માણસા, ગાંધીનગર ખાતે ટ્રેનિંગ આપીને સિકયુરીટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇનિડયા લી.મા નિયુકત થશે.



ભારત સરકાર, રાજય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔદ્યોગિક ક્ષેત્ર, બેન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે.  સુરક્ષા જવાની સેલરી રૂા ૧૨૦૦૦/- થી ૧૫૦૦૦/-, સુરક્ષા સુપરવારઇઝર રૂા.૧૫૦૦૦/-થી ૧૮૦૦૦/- તેમજ સાથે અન્ય સુવિધાઓમાં દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન,પી.એફ.ઇ.એસ.આઇ., ગ્રેજયુઇટી, મેડિકલ સુવિધા, બોનસ અને પેન્શન સુવિધા જેવા લાભો મળશે. નવસારી જિલ્લાના ઉમેદવારોને આ ભરતી મેળાનો લાભ લેવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application