વ્યારાના પાનવાડી માંથી પસાર થતો સ્ટેટ હાઇવે રોડ પરથી લારી ગલ્લાનું દબાણ દૂર કરવા સ્થાનિકોએ રજુઆત કરી હતી.
વ્યારા ખાતે આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ની સામે વાળો રસ્તા પર લારી-ગલ્લા વાળાઓ રોડ ટચ લારી લગાવતા હોવાથી ખરીદી કરનારાઓ રસ્તા પર ગાડી ઉભી રાખીને ખરીદી કરે છે. રસ્તા પરથી બાજુમાં ચાલવાની જગ્યા ન હોવાથી ટ્રાફિક વધારે રહે છે, વાહનો ની સ્પીડ પણ વધુ હોવાથી અકસ્માત થવાનો ભય રહેલ છે.
નાના મોટા અકસ્માત થતા જ રહે છે. હાલમાં શાળા બંધ હોવાથી તકલીફ નથી પરંતુ શાળા ચાલુ થઇ જવાથી સાયકલ લઈને જતા બાળકો ને પણ ઘણી તકલીફ પડે છે. આ સ્ટેટ હાઇવે 56 પરથી ઉનાઈ-મહારાષ્ટ્ર તરફથી આવવા વાળા તમામ ભારે વાહનો તેમજ આહવા-ડાંગ તરફથી આવતા તમામ વાહનો વ્યારા થી આવજાવ કરે છે. અગાઉ પણ ટાંકી ફળીયામાં રહેતા લલ્લુભાઈ રામજીભાઈ પરમાર લારી ગલ્લા વાળાને લીધે ત્યાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.અને તા.22/11/2020 ના સાંજના સમયે પાનવાડીમાં રહેતા સંદીપભાઈ નવજીતભાઈ ગામીત નું અકસ્માત ફ્રુટ લારી જોડે થયું હતું. અહીંના માર્ગ પર અકસ્માતના બનાવ સતત વધતા સ્થાનિક લોકોએ પાનવાડી ગ્રામ પંચાયતના તલાટી સહિત સરપંચ ને લેખિતમાં રજુઆત કરી રસ્તા પરથી દબાણ દૂર કરવા રજુઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500