Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇમાં રૂપિયા 7 કરોડની બનાવટી નોટો સાથે આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

  • January 28, 2022 

મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-11એ દહિસર ચેકનાકા અને અંધેરીની હોટેલમાં કાર્યવાહી કરી ભારતીય ચલણની 7 કરોડ રૂપિયાની કિંમતની બનાવટી નોટ સાથે 7 આરોપીને ઝડપી લીધા હતા. એમાં તમામ નોટ 2 હજાર રૂપિયાની હતી. આ આંતરરાજ્ય ગેંગને કોર્ટે તા.31મી જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી આપી છે. મુંબઇ શહેરમાં બનાવટી ચલણી નોટ છાપીને માર્કેટમાં ફરતી કરવાના રેકેટની માહિતી પોલીસની મળી હતી. દહિસર ચેકનાકા નજીક ચાર જણ ગાડીમાં બનાવટી ચલણી નોટ વેચવા આવવાના છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-11ને મળી હતી. જેના આધારે પોલીસે છટકું ગોઠવીને શંકાના આધારે ગાડીમાં જઇ રહેલા 4 જણાની પૂછપરછ કરી હતી. જેમાં તપાસ કરતા તેમની પાસે બેગમાં 2000 રૂપિયાના દરની 25 હજાર બનાવટી નોટ મળી હતી. આમ, આરોપીઓ પાસે 5 કરોડ રૂપિયાની કિંમતની બનાવટી નોટ મળી હતી. આ સિવાય રોકડ રકમ, મોબાઇલ ફોન, અન્ય દસ્તાવેજો મળ્યા હતા.પોલીસે ઝીણવટભરી પૂછપરછ આરોપીઓના સાથીદારની માહિતી મળી હતી. અંધેરી (પશ્ચિમ) સ્થિત એસ.વી.રોડ પર એક હોટેલમાં તેઓ રોકાયા હતા. પોલીસે અહીં રેડ પાડીને 3 આરોપીને પકડીને બેગમાંથી 2000 રૂપિયાના દરની વધુ 10,000 નોટ જપ્ત કરી હતી. આમ, આરોપી ત્રિપુટી પાસેથી 2 કરોડ રૂપિયાની કિંમતની બનાવટી નોટ મળી હતી. પોલીસે 7 આરોપીને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તેમને તા.31 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી આપી હતી. આ ગુનામાં અન્ય કોઇ આરોપી સંડોવાયેલા છે કે કેમ એની માહિતી પોલીસ મેળવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application