Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાની તમામ આંગણવાડીઓનાં ભૂલકાઓ યોગાભ્યાસ કરી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરાઈ

  • June 23, 2023 

માહિતી વિભાગ દ્વારા તાપી, રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે તથા જન સમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા, યોગ પ્રવૃત્તિનાં વિકાસ માટે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા અનેક સ્થળોએ યોગાભ્યાસ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને અનુલક્ષીને આઇસીડીએસ વિભાગ તાપી દ્વારા ૨૧ જુન ના દિવસે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી જિલ્લાની તમામ આંગણવાડીઓ ખાતે કરવામાં આવી હતી.



જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા હસ્તકની ૧૦૪૯ આંગણવાડીઓ ખાતે વર્કર બહેનો દ્વારા આંગણવાડીના લાભાર્થીઓને યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૮૩૭૫ બાળકો, ૧૪૩૩ સર્ગભા માતાઓ, ૧૨૪૦ ધાત્રીમાતાઓ, અને ૪૧૫૧ કિશોરીઓ મળી સૌએ યોગાઅભ્યાસ કર્યો હતો. આંગણવાડી શિક્ષણનું પ્રથમ પગથિયું છે, ત્યારે ભુલકાઓમાં યોગ અંગે જાગૃતતા કેળવી તેઓને યોગાભ્યાસ કરાવવું ખુબ જ મહત્વની બાબત સાબિત થાય છે. બાળકોએ બાળસહજ રીતે આડા-ટેળા હાથ પગ કરી યોગા કર્યા, બન્ને આંખો બંધ કરવા કહો તો ઝીણી આંખો કરી, આંખો બંધ હોવાનો દેખાડો કરી, પ્રાણાયામ દરમિયાન નિખાલસપણે ઓમ-ઓમનું રટણ કરતા ભુલકાઓએ માહોલ હળવો અને ખુશનુમા બનાવ્યો હતો. યોગાભ્યાસમાં નાના ભુલકાઓ પણ ભાગ લેતા લાભાર્થી વાલીઓમાં ભારે ઉત્સુક્તા જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application