Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ : વ્યારાના બોરખડી સ્કુલની દીકરીઓ માટે છાત્રાલય ની સુવિધા ઊભી કરવામાં આવી

  • March 08, 2021 

વ્યારાના બોરખડી ખાતે આવેલ ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે 8-માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ, નિમિતે ભેટ સ્વરૂપમાં છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવી છે. મુંબઈની સંસ્થા દ્વારા કરવામાં આવેલા આ કાર્યને લોકો બિરદાવી રહ્યા છે.

 

 

 

 

વ્યારા તાલુકાના બોરખડી ગામમાં સરકારી સ્કૂલમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરતી આશરે 160 જેટલી દીકરીઓ માટે છાત્રાલય ની સુવિધા ઊભી કરવામાં આવી. છેલ્લા 4 વર્ષથી આ ફક્ત વિચારને કેમ અમલ મુકાશે એ મથામણમાં આચાર્ય અને સ્કૂલના ટ્રસ્ટી મુંઝવણમાં હતા. આખરે આ કાર્યને મુંબઈ સ્થિત વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ, થાણે ડીસ્ટ્રીકટ બીજલબેન જગડ, મહિન્દ્રભાઈ ગડા, ઘાટકોપર મહિલા મંડળ અને એમના સાથીદારોના સહકારથી બોરખડી ખાતે ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલય ઊભી કરવામાં આવી.

 

 

 

 

મુંબઈની સંસ્થા દ્વારા કરવામાં આવેલા આ કાર્યને લોકો બિરદાવી રહ્યા છે અને લાભાર્થીઓએ આભાર વ્યકત કર્યો હતો. બીજલ બેન અને એમના મિત્રો એ  સાથે મળી આ કર્યા ને પાર પાડ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application