ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે ૮મી માર્ચના રોજ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકિય ક્ષેત્રમાં ઉપલબ્ધી પ્રાપ્ત કરનાર મહિલાઓના સન્માનમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે તાપી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં તા.૮મી માર્ચ-૨૦૨૧ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવાણી કરવામાં આવી હતી.
કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં દરેક તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં વ્યારા ખાતે કે. કે. કદમ સ્કૂલ અને આઈ. ટી. આઈ. ઇન્દુની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેંદી સ્પર્ધા અને કેશ ગુંફન સ્પર્ધા, ડોલવણ તાલુકામાં માધ્યમિક શાળા ગારવણમાં ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત તમામ તાલુકાઓ ખાતે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવેલ. જેમાં કાનુની સેવા સતા મંડળ દ્વારા મહિલાલક્ષી કાયદાકિય બાબતો પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા બાળ લગ્ન અને તેની અસરો, બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા પોષણ વિષયક, મેડિકલ ઓફિસરો તથા વિવિધ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પબ્લિક હેલ્થ સેન્ટરના તબીબો દ્વારા મહિલા આરોગ્ય અને સ્વચ્છતા વિષયક માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ દરમિયાન મહિલા શક્તિ કેન્દ્ર, “સખી” વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા રાજ્ય/કેન્દ્ર સરકારની વિવિધ મહિલા લક્ષી યોજનાઓ, ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫, કામકાજના સ્થળે જાતીય હિંસા સહિત વિવ્કિધ યોજના વિષયક માહિતી પ્રદાન કરી મહિલાઓને જાગૃતિકરણ થકી સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવોના હેતુથી શરૂ કરવામાં આવેલી “વ્હાલી દીકરી યોજના”ના લાભાર્થીઓને તેમના મંજૂરી હુકમ પણ વિતરણ કરવા આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓ, વિદ્યાર્થીનીઓ, મહિલા આગેવાનો, ગંગા સ્વરૂપા બહનો, આંગણવાડી વર્કર બહેનોને ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સોનગઢ-૬૫, ડોલવણ-૮૨, ઉચ્છલ-૨૫૩, વ્યારા- ૧૭૭, વાલોડ-૭૨ કુકરમુંડા-૬૭ અને નિઝર ૧૭૬ જેટલી મહિલાઓએ સહભાગી બની માર્ગદર્શન મેળવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500