તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી કોમ્યુનીટી હોલ ખાતે તાલુકા કક્ષાનો આંતરરાષ્ટ્રીય પોશક અનાજ વર્ષ-૨૦૨૩ની ઉજવણી ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જગતને પરંપરાગત પોષક અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરી સ્વસ્થ જીવન માટેનો સંદેશ આપ્યો છે. ત્યારે આપણે સૌએ મળીને આ પરંપરાગત પોષક અનાજનો ઉપયોગ કરવો જોઇએ. જેના માટે આપણે મિલેટ્સ પાકોની ખેતી સહિત પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધવું જોઇએ. વધુમાં ધારાસભ્યશ્રી ઉમેર્યું હતું કે અત્યારનો દાયકો શરીરને સ્વસ્થ રખાવાનો છે ત્યારે આજે તમામ ખેડુતમિત્રો સહિત ગ્રામવાસીઓને નિષ્ણાંતો દ્વારા ખુબ જ સારૂ માર્ગદર્શન મળશે જેને જીવનમાં ઉપયોગમાં લેવાનું છે.
તાપી જિલ્લાના ખેડુતો વધુમાં વધું મિલેટ્સ ખેતી સહિત પ્રાકૃતિક ખેતી કરે તે માટે આહવાન કર્યું હતું. સ્વાગત ઉદ્ધબોધન અપાતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા એ શ્રી અન્ન મિલેટ્સ વર્ષનું મહત્વ સમજાવતા તાપી જિલ્લામાં થતા ૮ જેટલાં મિલેસ્ટ પાક વિશે જાણકારી આપી સૌથી વધુ ઉત્પાદન તરીકે લેવાતા પાક એવા જુવાર વિશે જાણકારી આપી હતી અને ખેતીવાડી વિભાગ દ્વારા થતા જુવારના પાક સરક્ષણ અને ઉત્પાદન વિશે થતા વિવિધ કાર્યક્રમો અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, એપીએમસીના ચેરમેનશ્રી તથા સભ્યશ્રીઓ સહિત વિવિધ પદાધિકારીઓ, ખેતીવાડી તથા બાગાયત,કેવીકે ના અધિકારી-કર્મચારીઓ અને ખેડૂતમિત્રો સ્થાનિક આગેવાન, સરપંચશ્રીઓ અને કમલછોડ પ્રાથમિક શાળાના બાળકો પણ જોડાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500