Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર કોલેજ ખાતે ઈન્ટથર પોલીટેક્નીક ચેસ ટુર્નામેન્ટમનું આયોજન કરાયું

  • October 18, 2022 

વ્યારાની પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર કોલેજ ખાતે ઈન્ટથર પોલીટેક્નીક ચેસ ટુર્નામેન્ટમ 2022-23નું તારીખ 17/10/2022 અને 18/10/2022નાં રોજ સફળ આયોજન થયું હતું. જેમાં દક્ષિણ ગુજરાતની નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અંતર્ગત ચાલતી કુલ 6 પોલીટેક્નીક કોલેજોમાંથી 5-5  વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જોકે આ કાર્યક્રમ મુખ્ય અતિથી તરીકે પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્રલ, ન.કૃ.યુ.,વ્યારાના સહ સંશોધન વૈજ્ઞાનિક ડો.વી.પી.પટેલ ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટખનો પ્રારંભ કરાવેલ હતો.




જયારે પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર, ન.કૃ.યુ., વ્યારાનાં આચાર્ય ડો.વી.એન. પરમાર તેમજ કોલેજનાં અન્ય સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેસ ટુર્નામેન્ટનમાં બોયઝમાં પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર, વ્યારા ચેમ્પિયન અને પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર, ભરૂચ તેમજ પોલીટેક્નીક ઈન હોર્ટીકલ્ચર, પરીયા રનર્સ અપ થયેલ છે. તેમજ ગર્લ્સમાં પોલીટેક્નીક ઈન હોર્ટીકલ્ચર, પરીયા ચેમ્પિયન અને પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર, વ્યારા રનર્સ અપ થયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application