ડાંગ જિલ્લામા ચોમાસાની ઋતુમા ઠેર ઠેર નવા નીર આવતા વાહકજનક તથા પાણીજન્ય રોગચાળો ન ફેલાઈ તે માટે આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ હાથ ધર્યું છે. જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, તા.૧૧ થી ૨૦ જુલાઈ ૨૦૨૨ દરમિયાન ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોમા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામા આવી હતી.
આ માટે આરોગ્ય વિભાગની કુલ ૭૧ ટીમો તૈનાત કરી ગ્રામીણ આરોગ્યકર્મીઓને કામે લગાડાયા હતા. દરમિયાન ૧૨૯૬ તાવ અને ઝાડાના દર્દીઓ શોધી, તેમને ત્વરીત સારવાર આપી, વધુ સારવારની જરૂરીયાતવાળા દર્દીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્ક્ષાએ રીફર કરાયા હતા.
આરોગ્ય કર્મીઓ દ્વારા આ અભિયાન દરમિયાન ૮૪૩ જેટલા મચ્છર ઉત્પત્તિ સ્થાનો પણ શોધી કઢાયા હતા. જેમા 'એબેટ' નાખી તેનો નિકાલ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત મોટા ખાડા, જળાશયોમા ગપ્પી માછલી મુકવામા આવી હતી. ઉપરાંત જિલ્લાના તમામ ગામોમા પીવાના પાણીના સ્ત્રોતોનુ ક્લોરીનેશન અને ટેસ્ટિંગ કરવા સાથે, પોટ ક્લોરીનેશન માટે ઘરે ઘર ક્લોરીનેશનની ગોળીનુ વિતરણ પણ કરાયુ હતુ.
જયારે સાથે સાથે રોગચાળા અટકાયતી અને તકેદારીના પગલારૂપે સ્થાનિક સામાજિક આગેવાનો પદાધિકારીઓ, વિગેરેના સહયોગથી વ્યાપક લોકજાગૃત કેળવવામા આવી હતી. જાહેર આરોગ્યની જાળવણી માટેની આ કામગીરીનુ સુપરવિઝન અને મોનીટરીંગ જિલ્લાનાં તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચાધિકારી માટે દ્વારા કરવામા આવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500