Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાના માંજલપુરમાં સુરત મનપાની ટીમ દ્વારા સઘન સફાઈ કામગીરી

  • September 01, 2024 

વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ શક્ય તેટલી ઝડપે પૂર્વવત સ્થિતિ કરવા, યુદ્ધના ધોરણે સાફસફાઈ કરવાની કામગીરી વેગવંતી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા વડોદરા ખાતે જરૂરી સંસાધનો અને સાધન સામગ્રી સાથે પૂર રાહતની કામગીરી માટે મોકલવામાં આવેલી સુરત મનપાની આરોગ્ય, ટેકનિકલ, ડ્રેનેજ તથા ફાયર વિભાગની ટીમો વડોદરા ખાતે સતત કાર્યરત છે. વડોદરાના માંજલપુરમાં સુરત મનપાના કર્મીઓ દ્વારા સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત, કલોરીનેશન, ફ્લોગિંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News