એક વર્ષમાં ખાણી-પીણીના ભાવમાં મોટા પાયે વધારો થયો છે. સરકારના પ્રયાસો છતાં ભાવ નિયંત્રણમાં આવતા નથી. મીઠાના ભાવમાં પણ વધારો થયો છે. ગ્રાહક મંત્રાલયના ડેટા દર્શાવે છે કે, એક વર્ષ પહેલા ચોખાની કિંમત 34.86 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને 37.38 રૂપિયા થઈ છે. ઘઉં 25 રૂપિયાથી વધીને 30.61 રૂપિયા જ્યારે લોટ 29.47 રૂપિયાથી વધીને 35 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
દાળના ભાવમાં પણ થયો વધારો
અરહર દાળ એક વર્ષ પહેલા 104 રૂપિયા પ્રતિ કિલો હતી જે હવે 108 રૂપિયા પ્રતિ કિલો છે. અડદની દાળ 104 રૂપિયાથી વધીને 107 રૂપિયા પ્રતિ કિલો, મસૂર દાળ 88 રૂપિયાથી વધીને 97 રૂપિયા પ્રતિ કિલો અને દૂધ 48.97 રૂપિયાથી વધીને 52.41 રૂપિયા પ્રતિ લિટર થયું છે. RBIના અંદાજ મુજબ છૂટક ફુગાવાનો દર હજુ પણ 6 %થી ઉપર રહેશે.ઉપભોક્તા મંત્રાલયે તેલની કિંમતો ઘટાડવા માટે ઘણી વખત ઓઇલ કંપનીઓ અને સંગઠનોને બોલાવ્યા છે. કંપનીઓનું કહેવું છે કે, તેઓ સતત તેલની કિંમતોમાં ઘટાડો કરી રહી છે. પરંતુ હજુ પણ ઓપન માર્કેટમાં તેલના ભાવ 150 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે.
લોટ, મેદા અને સોજીની નિકાસ માટે ગુણવત્તા પ્રમાણપત્ર જરૂરી, 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ બાદ લોટની નિકાસ વધી
કેન્દ્ર સરકારે હવે ઘઉંના લોટ, મેદા અને સોજીની નિકાસ પર ગુણવત્તા પ્રમાણપત્રને મંજૂરી આપવી જરૂરી બનાવી દીધી છે. એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, આ મંજૂરી એક્સપોર્ટ ઇન્સ્પેક્શન કાઉન્સિલ (EIC) પાસેથી મેળવવી પડશે. તેના મુખ્ય કેન્દ્રો મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી અને કોલકાતામાં છે. હકીકતમાં, 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી, લોટ, મેદા અને સોજીની નિકાસ અચાનક વધી ગઈ હતી.સ્થાનિક માર્કેટમાં લોટની ઉપલબ્ધતા પર અસર થવાની આશંકા હતી. જેના કારણે કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. આને દૂર કરવા માટે, 12 જુલાઈએ, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ પણ લોટ, મેડા અને સોજીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માલની નિકાસ માટે આંતર-મંત્રાલય જૂથની મંજૂરી જરૂરી રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500