Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઓફ સકસેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

  • September 29, 2023 

વાપી, સરીગામ, પારડી અને ગુંદલાવ જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમોના અગ્રણીઓએ કાર્યક્રમને માણ્યો રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં પ્રથમ વાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. જેના થકી રાજ્યમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને લાવવામાં સફળતા મળતા દેશની પ્રથમ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના ૨૦ વર્ષ પૂર્ણ કરનાર ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે. આ બે દાયકાની અદભૂત સફરની ઉજવણીનો સમારોહ બુધવારે અમદાવાદ સાયન્સ સિટી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.



આ સમારોહનું જીવંત પ્રસારણ વલસાડ જિલ્લાની વાપી, સરીગામ, પારડી અને ગુંદલાવ જીઆઈડીસીના ઉદ્યોગપતિઓએ નિહાળ્યું હતું. વાપીના વીઆઈએ હોલમાં અંદાજે ૧૦૦ જેટલા ઉદ્યોગપતિઓએ વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહને નિહાળ્યો હતો. જ્યારે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણીના સમારોહને સવારે ૧૦ થી બપોરે ૧૨:૩૦ સુધી સભ્યોએ ઓનલાઇન માણ્યો હતો. જિલ્લાની તમામ જીઆઈડીસીઓમાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ અને નોટિફાઇડ એરીયાના અધિકારીઓ અને ઔદ્યોગિક એકમોના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ″વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઓફ સકસેસ″ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જ્યારે જિલ્લાની જીઆઈડીસીના એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો આ કાર્યક્રમને નિહાળવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. આ સિવાય મોટે ભાગના ઉદ્યોગપતિઓએ મોબાઈલમાં લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application