Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ.સ્વામીનાથનનું નિધન

  • September 29, 2023 

ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના જનક (father of Green Revolution in India) એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન થયું છે. તેમણે તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં ગતરોજ સવારે 11.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વામીનાથન વર્ષ 1972થી 1979 દરમિયાન 'ભારતીય કૃષિ સંશોધન પરિષદ'ના અધ્યક્ષ (Chairman of Indian Council of Agricultural Research) તરીકે પણ કામ કર્યું હતું. કૃષિ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા (Government of India awarded him Padma Bhushan) હતા. સ્વામીનાથનની ગણના ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિકોમાં થતી હતી, જેમણે ડાંગરની એવી વિવિધતા વિકસાવી, જેનાથી ભારતના ઓછી આવક ધરાવતા ખેડૂતો વધુ ડાંગરનું ઉત્પાદન કરી શક્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application