દેશભરમાં પ્રખ્યાત રાજસ્થાનની અજમેર શરીફ દરગાહનાં પ્રાંગણમાં સંકટ મોચન મહાદેવ મંદિર હોવાના દાવા સાથે એક અરજી સ્થાનિક કોર્ટમાં કરાઇ છે. કોર્ટે આ અરજીનો સ્વીકાર કરીને દરગાહ મેનેજમેન્ટ કમિટીને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ અરજી એક હિન્દુ સંગઠનના વિષ્ણુ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી. જેની સુનાવણી માટે કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો.
અરજદારનો દાવો છે કે, અહીંયા મહાદેવ મંદિર આવેલુ છે, માટે સમગ્ર દરગાહનો વૈજ્ઞાાનિક સરવે કરવા માટે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ને આદેશ આપવામાં આવે. કોર્ટે હાલ દરગાહ કમિટી, લઘુમતી મંત્રાલય અને એએસઆઇને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ પહેલા આ જ અરજદાર દ્વારા અજમેર કોર્ટમાં અરજી કરાઇ હતી જેમાં અજમેર દરગાહને શિવ મંદિર જાહેર કરવાની માગણી કરાઇ હતી, જોકે કોર્ટે તે અરજીની સુનાવણી કરવાની ના પાડી દીધી હતી. જેને પગલે નવી અરજી કરાઇ હતી જેમાં દરગાહનો સરવે કરવાની માગ કરાઇ છે. કોર્ટે હાલ તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ આપવા કહ્યું છે, હવે આ મામલે આગામી ૨૦મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500