Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

G20 દેશોના શિખર સંમેલનમા બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક ભારત આવશે

  • September 06, 2023 

G20 દેશોના શિખર સંમેલનમા બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનોક ભારત આવી રહયા છે. આ સંદર્ભે બ્રિટનના મીડિયાની જાણકારી મુજબ, વડાપ્રધાન સુનક હિંદુઓના આધ્યાત્મિક સ્થળ હુમાયૂના મકબરાની પણ મુલાકાત લેશે. હુમાયુના મકબરાનું હિંદુ કનેકશન શોધવા બદલ બ્રિટીશ અખબારને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહયું છે. હુમાયુના સ્થળને હિંદુ ધર્મ સ્થળ તરીકે દર્શાવવા બદલ લોકોમાં રોષ જોવા મળી રહયો છે.



જોકે આ અંગે બ્રિટન દ્વારા સત્તાવાર રીતે કશું જણાવવામાં આવ્યું નથી. પરંતુ હુમાયુનો મકબરો હિંદુ સ્થળ કેવી રીતે ગણવામાં આવ્યું તેની નવાઇ લાગી રહી છે. હકીકતમાં તો બ્રિટીશ મીડિયાએ ભાંગરો વાંટયો હોવાનું જણાય છે. 16મી સદીની મધ્યમાં દિલ્હીના મોગલ બાદશાહ અકબર અને તેમની માતા હમીદા બાનુ બેગમે હુમાયુના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. આ મકબરાને મોગલકાલીન સ્થાપત્યમાં ઉત્તમ ગણવામાં આવે છે. ત્યાર પછી જેટલા પણ મોગલ શાસકોએ રાજ કર્યુ તેમણે સ્થાપત્ય કળા માટે આ મકબરાના સ્થાપત્યને સંદર્ભમાં રાખ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application