Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે રીવાબા પર કર્યા આક્ષેપો

  • February 10, 2024 

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે તાજેતરમાં મોટા આક્ષેપો કર્યા છે. તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂ રીવાબા જાડેજાથી અલગ રહેવાની વાત કરી હતી. જાડેજાના પિતાએ રિવાબા પર ઘણા મોટા આરોપો લગાવ્યા છે. પરંતુ આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ ખુલાસો રજૂ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ઈન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો પાયાવિહોણી છે. જાડેજાએ લખ્યું કે એવી ઘણી વસ્તુઓ છે જે હું સોશિયલ મીડિયા પર લખવાનું પસંદ નહીં કરું. જાડેજાના પિતાએ રીવાબા જાડેજા પર અનેક આરોપો લગાવ્યા છે.


અનિરુદ્ધ સિંહે કહ્યું કે તેના પુત્ર રવિન્દ્ર જાડેજા અને રીવાબા સાથે તેને કોઈ સંબંધ નથી. તેઓ તેમનાથી અલગ રહે છે. જાડેજાના પિતાએ તેની પત્ની રીવાબા પર જાદુનો આરોપ પણ લગાવ્યો છે. આ અંગે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપી છે. રિવન્દ્ર જાડેજાએ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે ગુજરાતી ભાષામાં લખ્યું છે કે, ‘ઈન્ટરવ્યુમાં જે વાતો કહેવામાં આવી છે તે બધી વાહિયાત અને ખોટી છે. મારી અને મારી પત્નીની ઈમેજને ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મારે પણ ઘણું કહેવું છે. પણ હું આ બધું જાહેરમાં નહીં કહું.


તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા હાલ પોતાના ઘરથી દૂર છે. તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારત તરફથી રમ્યો હતો. પરંતુ ઈજાના કારણે બીજી મેચમાંથી બહાર રહ્યો હતો. જો કે હવે જાડેજા ત્રીજી ટેસ્ટ માટે ફરીથી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપો કરતા કહ્યું કે, તમને એક સત્ય વાત કરી દઉં? મારે રવિ કે તેની પત્ની સાથે કોઈપણ પ્રકારના સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું, જ્યારે રવીન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહિ. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું. ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીંતર અમારી આવી હાલત ન હોત.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News