આર્થિક રીતે વિકસિત વિશ્વના મોટા દેશોની અર્થવ્યવસ્થા પર રશિયા-યુક્રેન યુદ્ધ, મોંઘવારીમાં વધારાને કારણે સંકટના વાદળો છવાયા છે. આ દેશો પર મંદીનું જોખમ છે. પરંતુ ભારતને દુનિયાનો ચમકતો સિતારો ગણાવવામાં આવી રહ્યો છે. જ્યારે IMF એ વિશ્વના ઘણા દેશોના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે, પરંતુ તે માને છે કે આ તમામ પડકારો છતાં ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 6.8 ટકાના દરે વૃદ્ધિ કરશે જે અમેરિકા અને ચીન કરતાં ઘણું વધારે છે. વૃદ્ધિની આ રફ્તારને કારણે IMF નું માનવું છે કે 2027-28માં ભારત જાપાન ને પછાડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
IMF મુજબ 2025-26માં ભારતીય અર્થવ્યવસ્થા જર્મનીની સમકક્ષ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. 2026-27માં ભારતીય અર્થતંત્રનું કદ વધીને 4.94 ટ્રિલિયન ડોલર થઈ જશે. અને તે પછી વર્ષ 2027-28માં ભારતીય અર્થવ્યવસ્થા જાપાનના 5.17 ટ્રિલિયન ડોલરની સામે 5.36 ટ્રિલિયન ડોલર થઈ જશે.2021-22માં ભારતીય અર્થતંત્રનું કદ 3.18 ટ્રિલિયન ડોલર હતું. જ્યારે 2021માં યુકેની અર્થવ્યવસ્થાનું કદ 3.19 ટ્રિલિયન ડોલર હતું. ભારતમાં એપ્રિલથી માર્ચ સુધીના સમયગાળાને નાણાકીય વર્ષ તરીકે ગણવામાં આવે છે. જ્યારે યુકેમાં કેલેન્ડર વર્ષ જ નાણાકીય વર્ષ ગણાય છે.
તાજેતરમાં ભારતીય અર્થતંત્ર યુનાઇટેડ કિંગડમને પાછળ છોડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં સફળ થયું છે. જો કે આ ડેટા ત્રિમાસિક આંકડાઓના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. IMFનો અંદાજ છે કે 2022-23ના નાણાકીય વર્ષના અંતે ભારતીય અર્થતંત્રનું કદ 3.47 ટ્રિલિયન ડોલર અને યુકેનું 3.2 ટ્રિલિયન ડોલર હશે.2025-26માં ભારતીય અર્થતંત્રનું કદ 4.55 ટ્રિલિયન ડોલર રહેશે. જે જર્મનીની બરાબરી પર રહી શકે છે. 2021-22માં જર્મનીની અર્થવ્યવસ્થા ભારત કરતાં એક ટ્રિલિયન ડોલર મોટી હતી. પરંતુ 4 વર્ષમાં ભારત જર્મનીને પાછળ છોડીને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં સફળ રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500