Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનું શેરબજાર આવનારા ૬ મહિનામાં રેકોર્ડ સપાટી દર્શાવશે

  • November 24, 2023 

આગામી છ મહિનામાં ભારતીય શેરબજાર નવી ઊંચી સપાટી દર્શાવશે અને ૨૦૨૪ના અંત સુધીમાં હાલની સપાટીએથી તેમાં 10 ટકા વધારો જોવા મળશે. ઝડપથી વિકસી રહેલા મોટા અર્થતંત્રોમાં ભારતમાં સ્થિર વિકાસને કારણે તેનું શેરબજાર પણ ઊંચે જશે એમ એક સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. ભારતના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ બીએસઈ સેન્સેકસ સપ્ટેમ્બરમાં ૬૭૯૨૭.૨૩ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળ્યો હતો. છેલ્લા દસમાંથી નવ વર્ષમાં ભારતના બીએસઈ સેન્સેકસમાં વધારો જોવા મળ્યો છે. ભારત હાલમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવતું બજાર છે.



પ્રાદેશિક હરિફો તથા અન્ય મુખ્ય ઈન્ડાઈસિસની સરખામણીએ ભારતીય બજાર હાલમાં ખર્ચાળ બની રહ્યું છે. આમ છતાં, એક સર્વેમાં ભાગ લેનારા ૨૫માંથી ૨૨ એનાલિસ્ટોએ ભારતનું શેરબજાર આવનારા ૬ મહિનામાં રેકોર્ડ સપાટી દર્શાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. ૨૦૨૪ના મધ્યમાં સેન્સેકસ ૭૦,૦૦૦ની ટોચ દર્શાવશે તેવો પણ અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. મોટા અર્થતંત્રોમાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને આવનારા કેટલાક વર્ષોમાં તેમાં ૬ ટકા વૃદ્ધિ થવાની ધારણાં છે. વિકાસ સ્થિતિસ્થાપક છે અને બૃહદ્ અર્થતંત્ર મજબૂત છે અને ૨૦૨૪માં તે જળવાઈ રહેશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ભારતીય શેરબજારમાં યુવા વર્ગના વધી રહેલા સહભાગને કારણે ઘરેલું ઈક્વિટીઝમાં તેજી જોવા  મળી રહી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application