Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાઝા માટે ઇમરજન્સી સહાય મોકલી ભારતે

  • November 19, 2023 

ગાઝા માટે ઈમરજન્સી સહાય લઈને જતું એરફોર્સનું બીજું પ્લેન ઈજિપ્તના અલ એરિશ એરપોર્ટ માટે રવાના થયું. ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ફસાયેલા નાગરિકો માટે 32 ટન સહાય લઈને રવિવારે સી-17 વિમાન રવાના થયું હતું.


સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું કે, અમે પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખીશું. 32 ટન સહાય લઈને સી-17 વિમાન ઈજિપ્તના અલ એરિશ એરપોર્ટ માટે રવાના થયું. તમને જણાવી દઈએ કે ભારતે આ પહેલા ઈઝરાયલી દળોના હુમલાના કારણે ફસાયેલા નાગરિકો માટે 38 ટન માનવીય રાહત મોકલી હતી. સહાય પેકેજમાં પ્રવાહી અને પેઇનકિલર્સનો સમાવેશ થાય છે. અંદાજે 32 ટન વજન ધરાવતી, આપત્તિ રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, પાણી શુદ્ધિકરણની ગોળીઓ સહિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, ભારત પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલે છે. પેલેસ્ટિનિયન લોકો માટે 32 ટન આપત્તિ રાહત પુરવઠો ઇજિપ્તના અલ એરિશ એરપોર્ટ માટે રવાના થયો. આ સામગ્રીમાં જીવનરક્ષક દવાઓ, સર્જીકલ સપ્લાય, તંબુ, સ્લીપિંગ બેગ, સ્વચ્છતા સુવિધાઓ અને પાણી શુદ્ધિકરણની ગોળીઓ સહિત અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.



વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત આ ક્ષેત્રમાં અસરગ્રસ્ત નાગરિકોને વધુ માનવતાવાદી સહાય મોકલવાની યોજના બનાવી રહ્યું છે. ભારતે ગાઝામાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીમાં નાગરિકોની જાનહાનિ ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application