Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત સ્પેસ સેક્ટરમાં આગળ : ભારતે એક સાથે 36 સેટેલાઈટ લોન્ચ કર્યા

  • October 30, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા અને ‘મન કી બાત’નો આજે 94મો એપિસોડ હતો. જે 2014થી દર મહિનાનાં છેલ્લા રવિવારે વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવીસીઓ સાથે જોડાય છે. આજે મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ દેશ વાસીઓને છઠ્ઠ પૂજાની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાનએ કહ્યું કે, પહેલા ગુજરાતમાં આટલી છઠની પૂજા કરવામાં નહોતી આવતી. પરંતુ હવે ગુજરાતમાં પણ છઠ પૂજા ઉજવાય છે.




વડાપ્રધાન મોદીએ આ મહાપર્વમાં સામેલ થનાર સૌ લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, છઠ મૈયા સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે છે. છઠ પૂજા સૂર્યના પ્રકાશનું મહત્વ સમજાવે છે. સૂર્ય પ્રકાશનાં મહત્વની વાત કરતા જણાવ્યું કે, સોલાર એનર્જીના ક્ષેત્રમાં દુનિયા ભવિષ્ય જોઈ રહી છે. આજે આપણે સૌર ઉર્જાથી વીજળી બનાવી રહ્યા છીએ. સૌર ઉર્જાથી ગરીબોના જીવનમાં બદલાવ આવ્યો છે. ઘણા ગામોમાં સૌર ઉર્જાના કારણે રોજગારની તક વધી છે. જોકે કિસાન કુસુમ યોજના હેઠળ સોલાર પંપ લગાવાયા છે. વધુમાં જણાવ્યું કે, મોઢેરામાં સોલારથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. સૂર્યની શક્તિ પૈસા બચાવશે અને આવકમાં વધારો કરશે.





વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત સ્પેસ સેક્ટરમાં આગળ વધી રહ્યું છે. ભારતે એક સાથે 36 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. બિન સરકારી કંપનીઓને પણ સ્પેસ સેક્ટરમાં અવસર મળશે. તેમણે સ્ટૂડન્ટ પાવર વિશે પણ વાત કરી હતી તેમણે કહ્યું કે, સ્ટૂડન્ટ પાવરથી ભારત પાવરફૂલ દેશ બનશે. IITનાં વિદ્યાર્થીઓ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. IIT કાનપુર અને IIT મદ્રાસની 5G લોન્ચિંગમાં મહત્વની ભૂમિકા રહા હતી. યુવાનોની પ્રતિભા દેશને આગળ લઈ જશે. મોદીએ જણાવ્યું કે, આવતી કાલે દેશ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવશે. આ વખતે રાષ્ટ્રીય રમતોનું સૌથી મોટું આયોજન થયું. રાષ્ટ્રીય રમતોમાં 60 નવા રેકોર્ડ બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application