સોનગઢ તાલુકાના ચિમકુવા ગામની પ્રાથમિક શાળામાં આજરોજ સ્વાતંત્ર્ય પર્વની સાદગીથી પરંતુ સુંદર રીતે ઊજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે દૂધ મંડળીના પ્રમુખશ્રી નટુભાઈ ગામીત ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. એમણે શહીદોને યાદ કરી ગામ,શાળાના વિકાસ માટે સૌને આગળ આવવા હાંકલ કરી હતી. શાળાના આચાર્ય પ્રદીપભાઈ ચૌધરીએ પણ સૌનો પ્રસંગોચિત ઉદબોધનમાં વિરોને સ્મરણાંજલિ સાથે શાળા વિકાસમાં તમામ સહયોગની.હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે રાખવાની વિશેષ કાળજી, વૃક્ષોના વાવેતર તથા હોમલર્નીગ દ્વારા બાળકોના શિક્ષણને દ્દઢ કરવાની વાત કરી હતી.
સમગ્ર કાર્યક્રમમાં ચાલુ વરસાદે પણ ગ્રામજનો તથા શાળા પરિવારની હાજરી વચ્ચે તથા નામદાર સરકારશ્રીની કોવિડ-19 ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન દ્વારા સુંદર ઉજવણી કરવામાં આવી હતી. અંતમાં સૌને મીઠાઈ,ચોકલેટ, વિતરણ કરાઈ હતી. દૂધ મંડળી દ્વારા ચા ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં જમરૂખ ના ઝાડનું વાવેતર કરી ફળાઉવૃક્ષો રોપવાનો સંદેશ અપાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500