ગુજરાત રાજ્ય વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન પહેલાં તથા મતદાન સંપન્ન થયા બાદ સુરત ઇન્કમટેક્સ વિભાગની ઈન્વેસ્ટીગેશન વિગ દ્વારા સુરતના ડાયમંડ-બિલ્ડીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયી ઓના સુરત-મુંબઈનાં 30 જેટલા સ્થળો પર રેડ પાડી છે. જેના પગલે ડાયમંડ તથા બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે. પ્રારંભિક તબક્કે અધિકારીઓને મોટાપાયા પર જમીન ખરીદ વેચાણ સબંધી દસ્તાવેજો, રોકાણો સહીત લાખોની રોકડ જ્વેલરી હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે સવારે સુરત-વડોદરા તથા મુંબઈ ઇન્કમટેક્સ વિભાગના 150થી વધુ અધિકારીઓનાં કાફલાએ સુરતના ડાયમંડ તથા બિલ્ડર ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયી વર્ગના 35 જેટલા ધંધાકીય-રહેણાંક સ્થળો પર દરોડા પાડયા છે.
સુરત ઇન્કમટેક્સ વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ, સવારે ડાયમંડના ઉદ્યોગ સાથે સંકળાયેલા ભાવના જેમ્સ, ધાનેરા ડાયમંડ જૂથ, બિલ્ડીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા રમેશ ચોગઠ, રીયલ એસ્ટેટ ફાયનાન્સર નરેશ શાહ, રમેશ વઘાસીયા તેમની સાથે વ્યવસાયિક રીતે સંકળાયેલા એકાઉન્ટન્ટ, મેનેજર વગેરેના 40 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જૂથોનાં કતારગામ, મહીઘરપુરાની ઓફીસ, ડાયમંડ યુનીટસ તથા ભાગીદારોના રહેણાંક સ્થળોને સર્ચમા આવરી લેવાયા છે.
તદ્દપરાત મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સમા પણ મુબ ઈ આયકર વિભાગે તપાસ હાથ ધરી છે. સુરતમાં નાનપુરા, અઠવાલાઈન્સ, મહીધરપુરા વરાછા અને કતારગામમાં કુલ 25 અને મુંબઈમા ભારત ડાયમંડ બુર્સ સહીત પાંચ સ્થળો પર સર્ચ જારી છે. ઇન્કમટેક્સ વિભાગની રેડ પાછળ દિવાળી બાદ બિલ્ડર લોબી દ્વારા બ્લેકમાં કરાયેલા ધંધાકીય વ્યવહારો અને હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ હોવા છતાં દિવાળી પહેલા છુપાવી રાખવામાં આવેલા નફાને લઈને મોટી બેનામી સંપત્તિની સંભાવના વ્યક્ત કરી છે. જોકે ચૂંટણીનાં મતદાન અગાઉ સુરત-સોનગઢનાં ફાયનાન્સર જમીન લે-વેચ સાથે સંકળાયેલા અલથાણ ભરથાણાનાં ખેડૂત ખાતેદાર, જમીન દલાલને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી મતદાન થયા બાદ ઇન્કમટેક્સ વિભાગનાં સક્રિય થવાનાં કારણે લોકોમાં અનેક ચર્ચા વિચારણા ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500