Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિહારનાં બિઝનેસ જૂથો પર આવકવેરા વિભાગે દરોડા પાડી રૂપિયા 100 કરોડનું કાળું નાણું પકડી પાડયું

  • November 23, 2022 

આવકવેરા વિભાગે તાજેતરમાં રિયલ એસ્ટેટ અને હીરા જવેલરીનો બિઝનેસ કરનારા બિહારનાં કેટલાક બિઝનેસ જૂથો પર દરોડા પાડી 100 કરોડ રૂપિયાનું કાળું નાણું પકડી પાડયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ મંગળવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ દરોડા તા.17  નવેમ્બરે બિહાર, લખનઉ અને દિલ્હીમાં પટણા, ભાગલપુર અને ડેહરી આન સોનમાં આ જૂથોના લગભગ 30 પરિસરોમાં પાડવામાં આવ્યા હતાં. સીબીડીટી અનુસાર દરોડા દરમિયાન 5 કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી રોકડ અને જવેલરી જપ્ત કરવામાં આવી હતી અને 14 બેંક લોકર સીલ કરવામાં આવ્યા હતાં.




જોકે સીબીડીટીએ બિઝનેસ જૂથોનાં નામ જાહગેર કર્યા સિવાય એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સોના અને હીરાનાં ઘરેણાનો બિઝનેસ કરનારા એક જૂથના કેસમાં દસ્તાવેજો અને અન્ય સામગ્રીની તપાસથી જાણવા મળ્યું હતું કે, તેમણે પોતાની બિનહિસાબી આવકને સંતાડવા માટે જવેલરી રોકડામાં ખરીદી હતી. બોર્ડે જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું હતું કે જૂથે ગ્રાહકો પાસેથી એડવાન્સમાં 12 કરોડ રૂપિયાથી વધુની રકમ પોતાના હિસાબી ચોપડાઓમાં નોંધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application