વલસાડ તાલુકાના ડુંગરી તથા આજુબાજુના ગામો માટે ડુંગરીમાં ગેસ આધારિત સ્મશાનભૂમિ હોવી જોઈએ એવી વર્ષો જુની માંગ દાતાઓ અને રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના પ્રયાસથી સંતોષાતા સ્મશાનભૂમિના લોકાર્પણ પ્રસંગે ડુંગરી સાર્વજનિક સ્મશાનભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત સરકારે જે પણ સ્મશાન ભૂમિમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર થાય ત્યાં ગેસ ફ્રીમાં આપવાનું નક્કી કર્યુ છે.
જેનાથી લાકડાનો ઉપયોગ અટકશે અને વૃક્ષોનો બચાવ થશે અને પર્યાવરણનું જતન થશે. સાર્વજનિક સ્મશાનભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રટરી અસિતભાઈ દેસાઈ બધાને સાથે લઈને વિકાસના કાર્યો કરી રહ્યા છે. અસિતભાઈના સ્વ. પૂત્ર હેત પ્રત્યે મંત્રીશ્રીએ પોતાની સંવેદના વ્યક્ત કરી શ્રધ્ધાંજલિરૂપે સૌ પાસે મૌન પડાવ્યું હતું. આ પરિસ્થિતિમાં પણ અસિતભાઈ દેસાઈએ ચાલુ રાખેલી લોકસેવાને મંત્રીશ્રીએ બિરદાવી હતી. આ પ્રસંગે રૂ. ૩૦ લાખનું દાન આપનાર મુખ્ય દાતા ચંદુભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની દેવીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના સેક્રેટરી અસિતભાઈ દેસાઈએ જણાવ્યું કે, છેલ્લા આઠ દશ વર્ષથી ગેસ માટે પ્રયત્નો ચાલતા હતા.
પરંતુ સફળતા મળી ન હતી પરંતુ કનુભાઈ દેસાઈ પેટ્રોલિયમ મંત્રી બન્યા બાદ તેમના ખાસ પ્રયત્નો દ્વારા હાઈવે ક્રોસ કરીને ગેસનો પુરવઠો અહી સુધી મેળવવામાં સફળતા મળી હતી. આ તબક્કે ગામના દાતાઓ તરફથી રૂ. ૧૫ લાખનું દાનની જાહેરાત થઈ હતી. વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું કે, હાઈવે ક્રોસ કરી ગેસ લાઈન અહીં સુધી લાવવાનું કામ ખૂબ કઠિન હતું. જે મંત્રીશ્રી કનુભાઈના પ્રયાસથી પાર પડ્યું હતું. લાકડાની તંગી સામે ગેસ આધારિત સ્મશાનભૂમિ ઉપયોગી થશે. વધુમાં તેમણે સ્મશાન ભૂમિ સુધીનો રસ્તો હોટમિક્સથી બનાવી આપવાની બાહેંધરી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500