Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર ખાતે શ્રીમતી જયાબેન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં જે.બી.મોદી કેન્સર સેન્ટરની વિવિધ સુવિધાઓનું મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે લોકાર્પણ

  • August 19, 2023 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વર ખાતે શ્રીમતી જયાબેન મલ્ટી સ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં જે. બી. મોદી કેન્સર સેન્ટરની વિવિધ સુવિધાઓઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા ગુજરાતના બહુઆયામી માળખાકીય વિકાસનો લાભ છેવાડાના માનવીને મળી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુણવત્તાયુક્ત માળખાકીય વિકાસના કારણે ગુજરાતના દરેક વિસ્તારમાં ઉદ્યોગ-ધંધાઓ વિકસાવવા રાજ્ય સરકારે પરિણામકારી પ્રયાસ કર્યો છે. જેના પરિણામે નાના ગામડાઓ-શહેરોમાં અત્યાધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલો દર્દીઓની સ્વાસ્થ્ય-સુખાકારી વધી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી છેવાડાના માનવીને સરકારની યોજનાઓ પહોંચાડીને દેશ અને દુનિયાનમાં એક નવો આયામ પ્રસ્થાપિત કર્યો છે. જેથી તેમનો ‘આત્મા ગામડાનો, સુવિધા શહેરોની’ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે.



આ પ્રસંગે તેમણે ઉદાહરણરૂપે જસદણ જેવા નાના શહેરમાં બનેલી પ્રાઈવેટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા છેવાડાના માનવીઓને પૂરી પાડવામાં આઆવતી સ્વાસ્થ્ય સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે હરહંમેશ સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવતી પ્રજાલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારે ૨૪ કલાક વીજળી-પાણી સહિત માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને નાગરિકોની સેવાઓનો સર્વાંગી વિકાસ કર્યો છે. જેના પરિણામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રામ્યસ્તરે બની રહી છે. તેની સુવિધાઓનો લાભ ગામની આજુબાજુના લોકોને પણ મળતો થયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મલ્ટી સ્પેશ્યાલીટી હૉસ્પિટલના જે. બી. મોદી કેન્સર સેન્ટર ખાતે અંદાજીત રૂ. ૭.૬ કરોડ મૂલ્યના PET-CT સ્કેન મશીનનું લોકાર્પણ કર્યું હતું તેમજ કેન્સરના દર્દીઓ માટે પર્સનલ હાઈજીન કિટ સહિત પોષણ રક્ષક કિટની સુવિધા શરૂ કરાવી હતી.



મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીનાં વિદેશ પ્રવાસ અંતર્ગત જે પ્રકારે સન્માન પ્રાપ્ત થાય છે તેનાથી સમગ્ર દેશના લોકોનું સન્માન કરવામાં આવ્યું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. વિદેશની ધરતી પર પણ તેમણે દેશનું ગૌરવ વધાર્યુ છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના છેવાડાના લોકોના આરોગ્યની દરકાર સરકારે કરી છે. પીએમ જેએવાય કાર્ડને કારણે નારગિકોને સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ મેળવવામાં આર્થિક સંકટ દૂર થયું છે અને ઉત્તમ સારવાર મેળવવામાં હવે કોઈ બાધ રહ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા પીએમ જેએવાય કાર્ડની કુટુંબદીઠ મર્યાદા ૫ લાખથી વધારીને ૧૦ લાખની કરવામાં આવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જી-૨૦નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ જ્યારે જી૨૦નું પ્રેસિડેન્સી સંભાળી રહ્યો છે ત્યારે ગાંધીનર ખાતે ટ્રેડિશનલ મેડિસીન પર ભાર મૂકવા સરકાર આપી રહી છે.



સરકારનાપ્રયત્નોના કારણે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે જામનગર ખાતે વિશ્વ કક્ષાનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડિસીન લઈ રહ્યું છે. રાજ્યમાં છેવાડાના લોકો સુધી આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૯ મેડીકલ કોલેજોમાંથી ૪૦ મેડીકલ કોલેજોની મંજૂરી આપી છે. આ મંજૂરી મળતાં દર વર્ષે ૭૦૫૦ ડૉકટરો રાજ્યની જનતાની આરોગ્યની દરકાર લેશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના પ્રાકૃત્તિક કૃષિની ઝુંબેશને બિરદાવતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે સાથે જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે. આગામી પેઢીને સ્વાસ્થલક્ષી સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પ્રાાકૃતિક ખેતી અપનાવવી ખૂબ જરૂરી છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં, મુખ્યમંત્રીશ્રીએ ગૌરવભેર જણાવતા કહ્યું હતું કે, દેશ જ્યારે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આગામી સમયમાં ગુજરાત નેતૃત્વ કરશે. તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.



આ પ્રસંગે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પ્રાંસગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસનો પાયો નાખવામાં આવ્યો ત્યારથી અંકલેશ્વર જીઆઈડીસીએ ભરૂચ જિલ્લાના તેમજ અન્ય વિસ્તારના લોકોને પણ રોજગાર પૂરી પાડવામાં અનન્ય ફાળો આપ્યો છે. અહીના દરેક ઉદ્યોગોને મેનપાવર અહીથી મળતો હોવાની અનોખી ભાત અહી જોવા મળી છે. જેમ ઓદ્યોગિક એકમોએ રોજગારી પૂરી પાડવામાં અગ્રણી ફાળો આપ્યો છે .એ જ પ્રમાણે તેમણે પોતાનું સામાજિક દાયિત્વ પણ નિભાવ્યું છે. સામાજિક દાયિત્વમાં સેવાકાર્ય તરીકે શિક્ષણ, મેડિકલ સુવિદ્યાઓમાં પોતાનું અનુદાન આપી સેવાના કામમાં ફાળો આપી પોતાની જવાબદારીઓ અદા કરી છે. એટલે જ ઔધોગિક એકમોના લોકફાળાના કારણે આ વિસ્તારને અત્યાધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલ મળી છે. યશસ્વી વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને આગવી સૂઝબુઝના કારણે 'પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ' અને લોકફાળા થકી કેવી રીતે વિકાસ કરવો તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે.



આ ૭૭માં સ્વાતંત્ર દિને વડાપ્રધાન મોદીએ ૨૦૪૭ સુધીમાં સર્વશ્રેષ્ડ વિકસિત રાષ્ટ્ર બનાવવું તે માટે અનેકવિધ સૂચનો આપ્યા છે. હાલ પાંચમા નંબરની ઈકોનોમી ધરાવતા સર્વશ્રેષ્ટ ભારતને ૨૦૩૦ સુધીમાં વર્લ્ડની ત્રીજા નંબરની ઇકોનોમિ તરીકે પહોચાડવાની આપણી પણ જવાબદારીઓ બની રહશે. ત્યારબાદ આપણે વિશ્વગુરૂના સંકલ્પને પણ સાકાર કરીશું. ગુજરાતમાં નિકાસ ક્ષેત્રે ૩૩ ટકા જેટલો હિસ્સો અંકલેશ્વર અને વાપી જીઆઇડીસીનો રહ્યો છે. સરકારની યોગ્ય નિતિ અને સરકારની સમન્વય નિતીને કારણે હવે ઔધોગિકરણને વેગ મળ્યો છે. સૌનો સાથ સૌનો વિકાસ એ ન્યાયે દહેજ અને જિલ્લાના બીજા ઔદ્યોગિક એકમોનો પણ વિકાસ હવે તેજ ગતિએ થઈ રહ્યો છે. કેન્સરની શરૂઆતથી અંત સુધી તમામ સગવડ એક જ છત હેઠળ મળી રહે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે.



આ વેળાએ પોષણ રક્ષક ન્યુટ્રિશિયન પ્રોગ્રામ અંતર્ગત પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જે બી કેન્સર સેન્ટર અંતર્ગત સરકારશ્રીના આયુષ્યમાન કાર્ડ ધારક દર્દીઓને પણ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ વેળાએ સંસ્થાના ટ્રસ્ટી કમલેશભાઇ ઉદાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્થાની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. પ્રારંભે સંસ્થાના ચેરમેન રાજેન્દ્રભાઇ ગાંધીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થા ધ્વારા તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ધ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇનું મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આ વેળાએ સંસ્થાને મદદરૂપ થનારા દાતાઓનું સન્માન પણ મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application