Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાણાંમંત્રીના હસ્તે રૂ.૭૮ લાખના ખર્ચે નવનિર્મિત ફણસા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ

  • August 27, 2023 

મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં ફણસા ખાતે તા.૨૬ ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયતની સુવર્ણ જયંતી નિમિત્તે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. ૭૮ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરાયું. સરકારના ૧૫મા નાણાપંચ (જિલ્લા અને તાલુકા), વિવિધ ગ્રાન્ટ મળી કુલ રૂ. ૬૨ લાખ અને ગ્રામલોકોની લોકભાગીદારીથી રૂ. ૧૬ લાખ એકઠા કરી આ ગ્રામ સચિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત ગ્રામ સચિવાલયથી ગ્રામજનોની સુવિધામાં વધારો થશે. મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગ્રામ સચિવાલયના નિર્માણની શુભેચ્છા આપતા કહ્યું હતું કે, ગ્રામ સચિવાલયોથી દરેક વ્યક્તિના કાર્યો પૂરા કરવા, દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવું.



કોઈ વક્તિએ બીજે કશે દૂર ન જવું પડે તેવી રીતે કાર્ય કરી નવા ગ્રામ સચિવાલયના ઉદ્દેશ્યને સાર્થક કરવો. ફણસા ગામ પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીના લોકો દેશપ્રેમી-વિકાસપ્રેમી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મારી માટી મારો દેશ અભિયાન દ્વારા શહીદોને નમન કર્યા છે. ચંદ્રયાન-૩ની સફળતા ભારતની દરેક ક્ષેત્રે ક્ષમતા બતાવે છે. ઉમરગામ તાલુકામાં પણ વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. જેમાં કલગામ ખાતે ૬૬ કેવી સબ સ્ટેશનનું નિર્માણ કરાશે તેમજ અંદર-ગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી પૂર્ણતાને આરે છે. ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે ગ્રામ સચિવાલયના ઉદ્દઘાટનના અભિનંદન આપતાં કહ્યું હતું કે ગુજરાતના ૧૮૦૦૦ ગામોને એક ગ્રામ યોજના હેઠળ તમામ સુવિધાઓથી સજ્જ કરવું એ સરકારનો ધ્યેય છે. સુવિધાયુક્ત ગ્રામ સચિવાલયોના નિર્માણમાં સરકાર દ્વારા આર્થિક સહાયની સાથે સાથે સૌનો સહયોગ મળી રહ્યો છે.



નાગરિક સુવિધાને પ્રાધન્ય આપી કામ કરવામાં આવશે તો ‘મારું ગામ ગોકુળ ગામ’ની વ્યાખ્યા સાર્થક થશે. ગામ વિકસિત બનશે. સંસદ સભ્ય ડો.કે.સી. પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહે પ્રસંગોપાત ઉદબોધન કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ફણસા ગામના અત્યાર સુધીના તમામ સરપંચોનું પ્રમાણપત્ર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગામના વિકાસમાં વિશિષ્ટ ફાળો આપનારા સતત બે ટર્મ સુધી સરપંચ તરીકે સેવા આપનાર વયોવૃદ્ધ સ્વરૂપચંદ રાયચંદ શાહનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.પી.ગોહિલ, જિલ્લા પંચાયતના સભ્યો, ગામના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઊપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application