Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં બેંક ઓફ બરોડા વ્યારા શાખાનો નવા પરિસરમાં પ્રારંભ

  • March 29, 2023 

બેંક ઓફ બરોડા વ્યારા શાખાના નવા પરિસરનું ઉદઘાટન જિલ્લા કલેકટર ભાર્ગવી દવે તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા સહિત બેંક ઓફ બરોડાના જી.એમ. રાજેશકુમાર સિંગના વરદ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરએ બેંક ઓફ બરોડાના તમામ અધિકારી-કર્મચારીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, બેન્કો દ્વારા વિવિધ યોજના હેઠળ નાણાંકીય ધિરાણ આપવામાં આવે છે અને બેન્કો તેમાં મહત્વનો ભાગ ભજતા હોય છે. 2023 મિલેટ વર્ષ તરીકે જ્યારે આપણા દેશે ઉજવવાનું નક્કી કરેલ છે ત્યારે મીલેટ રિલેટેડ પ્રોડક્ટ્સને વધુને વધુ વેગ મળે તેવી રીતે ધિરાણ કરવા અનુરોધ કર્યો હતો આ સાથે તેમને પોતાના અનુભવો વર્ણવી બેન્કોને સ્માઇલ સાથે સર્વિસનો અનુરોધ કર્યો હતો.






આ પ્રસંગે બેંક ઓફ બરોડા સહિત તમામ બેંકોને વિવિધ ફોર્મને સરળ રૂપમા રજુ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત બેંક ઓફ બરોડાના ઝોનલ હેડ રાજેશ કુમાર સિંગે દરેક મહાનુભાવોનું અભિવાદન કરતા જણાવ્યૂં હતું કે, બેંકની સ્થાપના સર મહારાજા ગાયકવાડ-3એ વડોદરામાં 1908માં કરેલ હતી અને આજે 116 વર્ષથી ગ્રાહકોની સેવામાં તત્પર છે. બેંક હર હંમેશ ગ્રાહકને વધુને વધુ સારી ગ્રાહક સેવા આપવા તત્પર છે. વ્યારા શાખા 84 વર્ષથી એટલે કે 1938થી સતત વ્યારામાં કાર્યરત છે અને લોકોની અવિરત સેવા કરી રહી છે. જેના માટે સૌ કોઇ અભિનંદનને પાત્ર છે. અંતે તેમણે નવા પરિસરમાં ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપી શકાય તે માટે કરેલ આયોજન અંગે સૌને અવગત કર્યા હતા.






આ પ્રસંગે રિજિયોનલ હેડ ચદ્રકાંત ચક્રવતી એ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, બેંક પોતાની CSR ફંડ મારફત ટ્રેનિંગ પ્રોગ્રામ RSETIના માધ્યમથી ચલાવે છે. જેનો સૌએ લાભ લેવો જોઇએ. નોંધનિય છે કે બેંક ઓફ બરોડાના નવા પરિસરમાં અધ્યતન બેંકિગ સુવિધાઓ, “ઇ લોબી” જેમાં 24*7 બે એટીમએમ મશીન, પાસબુક પ્રિન્ટર મશીન, પૈસા ઉપાડવા અને જમાં કરવાની સુવિધાવાળું મશીન એટલે સીડીએમ કરન્સી ડિપોઝિટ મશીન, પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે. જે જાહેર જનતા માટે લાભકારક બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application