અપ ટુ ગ્રીન એનજીઓ કે જે ફ્રાન્સમાં આવેલ છે તે વિકલ્પ અમદાવાદ નામના એનજીઓને પર્યાવરણ બચાવવા માટે ફંડ આપે છે. જે બાદ વિકલ્પ એનજીઓ અમદાવાદ ગુજરાતના ટ્રાઇબલ એરિયામાં મફતમાં ફળાઉ છોડ આપે છે તેમજ આ છોડનું દર છ મહિને નિરીક્ષણ પણ કરવામાં આવે છે.
ડોલવણ તાલુકાના આમણીયા, આછોપાલો, કલમકુઈ, ધામણદેવી, ગારવણ, ચાકધરા, આંબાપાણી, તથા ડોલવણ એમ આઠ ગામોમાં અમદાવાદ સ્થિત વિકલ્પ સંસ્થાના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેક્ટર હિમાંશુભાઈ બેન્કર તથા સ્થાનિક આમણીયા ગામના સામાજિક કાર્યકર્તા એવા સુનિલભાઈ કોકણીએ ગામના ખેડૂતોને વનીકરણનું મહત્વ સમજાવીને આંબાની કલમ, ચીકુ કલમ, એપલબોર, ફણસ વગેરે જેવા ફળાઉ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫,૦૦૦ જેટલા ફળાઉ રોપાનો વિતરણ કરવામાં આવ્યું હતું.
વિકલ્પ સંસ્થાને મદદ કરનાર વિદેશી દાતા એવા ફ્રાન્સ દેશના બહેનો નામે એપોલીન અને વર્જીની તથા વિકલ્પ સંસ્થાના ડાંગ જિલ્લાના કર્મચારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમજ આ સંસ્થાના સભ્યો દર છ મહિને છોડનું નિરીક્ષણ કરવા આવશે અને આ વિસ્તારમાં આ કાર્ય ચાલુ રાખશે એવી ચર્ચા વિચારણા સાથે કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500