કપરાડા તાલુકાના માલઘર ગામના ઈહધર ફળિયામાં રહેતી યુવતી નીલિમા પાંડુભાઈ વળવી(ઉ.વ.૧૯) અને એ જ ફળિયામાં રહેતો યુવાન અર્જુન તુલસીરામ ડુંડા(ઉ.વ.૧૯)ની વચ્ચે એક વર્ષ પહેલાથી પ્રેમસંબંધ હતો,પરંતુ બંનેના પરિવારને તેઓના પ્રેમસંબંધ મંજુર ના હતો. આથી યુવતીના પરિવારએ નીલિમાની સગાઈ મહારાષ્ટ્રના દેવ ડુંગર ગામે ગોઠવી યુવતીને સાસરીમાં રહેવા મોકલી આપી હતી. પરંતુ નાતાલ દરમિયાન નીલિમા તેના મંગેતર સાથે પિયર માલઘર આવી હતી.
નાતાલના દિવસે દેવળમાં પ્રાર્થના પતાવિને મંગેતર સાથે ૩ દિવસ માટે પિયરમાં રોકાઈ ગયેલી હતી ત્યારબાદ યુવતી બપોરના સમયે ઘરેથી ક્યાંક નીકળી ચાલી ગયી હતી. જેથી પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી તો ફળિયામાં રહેતો નીલિમાનો પ્રેમી અર્જુન ડુંડા પણ તેના ઘરે ન હોવાનું જાણતા બંનેના પરિવારજનોએ પ્રેમી પંખીડાને શોધતા-શોધતા ગામના મૂળ ગામ ફળિયામાં આવેલા સુલ ડુંગર પર પહોચ્યા હતા અને ત્યાં જંગલમાં અર્જુન અને નીલિમા બંને આસદના ઝાડની ડાળી પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
આ બનાવ અંગે કપરાડા પી.એસ.આઈ. અને તેમણી ટીમ ઘટના સ્થળ પર પહોચી પ્રેમી પંખીડાનો મૃતદેહ નીચે ઉતાર્યા બાદ પી.એમ. માટે કપરાડા સી.એચ.સી.માં મોકલી આપ્યા હતા અને જરૂરી કાર્યવાહી પૂરી કર્યા બાદ બંનેના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપી દેવાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500