Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત રાજ્યમાં સાત મહિના જેટલા સમયમાં જ 1740 દીકરીઓ લાપતા બની

  • August 23, 2022 

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અને આ ડેટા પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ મહિના સુધીમાં 0-14 વર્ષના વય જૂથની 331 તરુણીઓ અને 15-18 વયજૂથની 1409 છોકરીઓ ગુમ થઇ છે. આ આંકડો છેલ્લા પાંચ વર્ષના આંકડામાં સૌથી વધુ છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં છોકરીઓ ગુમ થવાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. આ મહાનગરોમાં છોકરીઓ ગુમ થવાની 47 ટકા જેટલો દર છે.




વર્ષ 2017ના પ્રથમ મહિનામાં 0-14 વર્ષની 317 છોકરીઓ ગુમ થઇ ગઈ હતી.આ વર્ષે જેઓ ગુમ થયેલા છે તે ફરી પરત આવેલા નથી. વાર્ષિક આંકડાકીય માહિતી પ્રમાણે 46 ટકા બાળકો એવા છે જે ગુમ થયા હતા અને પરત ઘરે ફર્યા હતા અથવા મળી આવ્યા હતા. આ ટકાવારી છેલ્લા પાંચ વર્ષ કરતા ઘણી ઓછી છે. ગુમ થયેલા બાળકોને શોધવા માટે રચવામાં અસલી પોલીસ ટીમોના એક સભ્યે જણાવ્યું હતું કે મહામારીના વર્ષોમાં માતા-પિતાને તેમના બાળકો પર વધુ કંટ્રોલ રાખવાનો સમય મળ્યો હતો.





એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે,સ્થિતિના કારણે ઘણીવાર ઝઘડા થયા હતા,આ સિવાય ડિજિટલ માધ્યમના વધુ પડતા ઉપયોગના કારણે ઘણી વખત માતા પિતા અને બાળકો વચ્ચે તકરાર થવાંથી પણ બાળકો રૂઠી જઈને ઘરેથી જતા રહે છે. બાળકોમાં વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગ વડે ક્રોધિત થયા છે અને બાળકોમાં સોશિયલ મીડિયાના ઉપયોગથી ચીડિયાપણું પણ વધી ગયું જેનાથી તમને બહારની દુનિયા અને સોશિયલ મીડિયાની દુનિયામાં ફર્ક નજર આવતો ન હતો. ગુજરાતમાં ઘણા બાળકો એવા પણ છે કે જે પોતાના માતા-પિતા દ્વારા અભ્યાસ બાબતે ઠપકો આપે તો તેઓ પોતાનું ઘર છોડી દે છે.




છેલ્લા બે વર્ષમાં મહામારીના સમયમાં 15-18 વય જૂથના કિસ્સામાં ભાગી જવાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આ વર્ષે ફરીથી આ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મોટેભાગે મધ્યમ વર્ગના પરિવારોની છોકરીઓ ભાગી જાય છે. વર્ષ 2021 દરમિયાન ગુમ થયેલા 533 માંથી માત્ર 248 બાળકો જ ઘરે પાછા આવ્યા હતા અથવા પોલીસ દ્વારા ટ્રેસ કરાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application