ગુજરાતમાં યોજાયેલી પ્રથમ ત્રણ સમિટ (વર્ષ 2003, 2005 અને 2007)માં કોઇ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા ન હતા પરંતુ 2009માં યોજાયેલી સમિટમાં પ્રથમવાર કોઇ દેશને કન્ટ્રી પાર્ટનર બનાવવામાં આવ્યો હતો. આજે 2024ની 10મી સમિટમાં કન્ટ્રી પાર્ટનર દેશોની સંખ્યા વધીને 36 થવા જાય છે. રાજ્યની પહેલી ત્રણ સમિટમાં કોઇ કન્ટ્રી પાર્ટનર ન હતા, વર્ષ 2009 પછી વિશ્વનાં દેશોને પાર્ટનર બનાવવાનું શરૂ કરાયું છે. ગુજરાતમાં છેલ્લે 2019માં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 15 દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા હતા. તે પૂર્વે 2017ની સમિટમાં 12, 2015માં 8, 2013 અને 2011માં બે કેનેડા અને જાપાન કન્ટ્રી પાર્ટનર હતા.
છેલ્લી ચાર સમિટમાં કેનેડા સતત પાર્ટનર બનતું આવ્યું છે પરંતુ રાજદ્વારી સબંધો વણસી જતાં આ વખતે કેનેડાની બાદબાકી થઇ છે. રાજ્યમાં 2009માં માત્ર એક જાપાન દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયેલો હતો, જ્યારે 2007 અને 2005માં બે-બે સ્ટેટેજીક ઓર્ગેનાઇઝેશને ભાગ લીધો હતો. વર્ષ 2003માં નરેન્દ્ર મોદીએ જ્યારે વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કર્યો ત્યારે 125 ફોરેન ડેલિગેશન અને 200 એનઆરઆઇએ ભાગ લીધો હતો. રાજ્યમાં થયેલી નવ સમિટમાં મૂડીરોકાણ અને સમજૂતી કરારના આંકડા વધતા ગયા છે. સરકારે સાત સમિટમાં સંભવિત રોકાણના આંકડા જાહેર કર્યા હતા જ્યારે છેલ્લી બે સમિટમાં કોઇ આંકડો જાહેર કર્યો ન હતો પરંતુ 2019માં માત્ર 21 લાખને રોજગારી મળશે તેવો દાવો કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500