ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. જયારે હવે ફક્ત કેસમાં પણ નહિ મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જ્યારે 134 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે વલસાડમાં એકનું મૃત્યુ નીપજ્યું છે.
રાજ્યભરમાં આજે કુલ 312 લોકોનું રસીકરણ કરાયું છે. આજે અમદાવાદમાં કોર્પોરેશનમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 30, સુરત કોર્પોરેશનમાં 25, મોરબીમાં 17, વડોદરામાં 16, રાજકોટમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત 8 કોરોના કેસ નોંધાયા છે. તો અમરેલી, જામનગર, મહેસાણા, સાબરકાંઠામાં 6-6, ભાવનગર, કચ્છમાં 5-5, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે. તો ગાંધીનગર કોર્પોરેશન, પોરબંદરમાં 3-3, જ્યારે અમદાવાદ, આણંદ, નવસારીમાં 2-2 કેસ સામે આવ્યા છે. ભરૂચ, ભાવનગર, ખેડામાં 1-1 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કોર્પોરેશનમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 30, સુરત કોર્પોરેશનમાં 25, મોરબીમાં 17, વડોદરામાં 16, રાજકોટમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત 8 કોરોના કેસ નોંધાયા છે. તો અમરેલી, જામનગર, મહેસાણા, સાબરકાંઠામાં 6-6, ભાવનગર, કચ્છમાં 5-5, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે. તો ગાંધીનગર કોર્પોરેશન, પોરબંદરમાં 3-3, જ્યારે અમદાવાદ, આણંદ, નવસારીમાં 2-2 કેસ સામે આવ્યા છે. ભરૂચ, ભાવનગર, ખેડામાં 1-1 કેસ સામે આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500