અમિયાપુર ગામમા યુવતીની બાબતમા ચાર લોકોએ યુવક ઉપર હુમલો કર્યો હતો. જેમાં અગાઉની અદાવત રાખીને ગાળાગાળી કરતા ગાળો બોલવાની ના પાડવામા આવી ત્યારે યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને મારામારી કરીને તારી સાળીને સમજાવી દેજે નહિ તો મારી નાખીશુ તેવી ધમકી આપતા ચાર લોકો સામે અડાલજ પોલીસ મથકમા ગુનો નોંધાવવામા આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, રાજેશ રામાજી ઠાકોર (રહે.અમિયાપુરા ગામ) ખાનગી નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યો છે. જોકે તે મોડી રાત્રે એક ધાર્મિક કાર્યક્રમમા હાજર હતો.
તે દરમિયાન તેની સાળીએ તેને ફોન કર્યો હતો. જેમા કહ્યુ હતુ કે, અગાઉની અદાવત રાખીને ગામમા રહેતો આનંદ ઠાકોર તેના કાકા નવનીતજી અને અન્ય માણસો સાથે આવી ગાળાગાળી કરી રહ્યો છે. ધાર્મિક કાર્યક્રમ અધુરો રાખીને ઘરે ગયા હતા, જ્યારે સાળી પણ બનેવીના ઘરની પાછળ જ રહેતી હોવાથી સીધા તેના ઘરે ગયા હતા. ત્યાં જોતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તે સમયે નવનીત છગુજી ઠાકોર ગાળાગાળી કરતો હતો. જેને ગાળો નહિ બોલવાનુ કહેતા તેમના દિકરા કાળાજી નવનીતજીએ ધોકો ફટકાર્યો હતો. આ બનાવને લઇને રાજેશની દિકરી છોડાવવા વચ્ચે પાડતા તેને માથામાંથી લોહી નિકળ્યુ હતુ. આમ બનાવને લઈને ચાર લોકો સામે અડાલજ પોલીસ મથકમા ગુનો નોંધાવવામા આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application