Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલામાં થયો ખુલાસો, સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યું

  • February 01, 2024 

જૂનાગઢ તોડકાંડ મામલામાં ચોંકાવનારા ખુલાસા થયા છે.તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે, ત્યારે તોડકાંડ મામલામાં ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે. અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો,ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે. PCB દ્વારા SMCને 535 બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી.


મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના 1,000 બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી.  જૂનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન છે. સાઈબર એક્સપર્ટ તરીકે ઓળખ આપી ખાતાં અનફ્રીઝ કરવા તેણે રુપિયા માગ્યા હતા. એકાઉન્ડ અનફ્રીઝ કરવા બેંક બેલેન્સના 80 ટકા રકમની માગણી કરી હતી. બેન્ક દ્વારા ATSને ફ્રીઝ થયેલા એકાઉન્ટની માહિતી આપ્યા બાદ વધુ ખુલાસા થશે. મહત્વનું છે કે જુનાગઢ તોડકાંડમાં ગુજરાત ATS દ્વારા DIG દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.


આ તોડકાંડમાં જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, SOG પોલીસ એ.એમ. ગોહિલ અને ASI દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યુ છે. ફરિયાદી દીપક ભંડેરીની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે.આ તોડકાંડમાં હાલ ASI દીપક જાનીની અટકાયત કરાઈ છે જો કે CPI તરલ ભટ્ટ અને SOGના પોલીસ એ.એમ. ગોહિલ હજુ ફરાર છે. ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા હાલ ASI દીપક જાનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમા એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તેને લઈ તપાસ શરૂ કરાઈ છે. ફરિયાદી કાર્તિક ભંડારીના નિવેદન બાદ દીપક જાનીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application