સોનગઢ અને ઉકાઈ વિસ્તાર માંથી વાહનચેકિંગ દરમિયાન નશો કરી લવારા બકવાસ કરતા,નશો કરી વાંકીચુકી બાઈક હંકારતા અને દેશીદારૂના મુદ્દામાલ સાથે તેમજ દેશી બનાવવા માટેનું રસાયણ સાથે પકડાયેલા કેટલાક ઈસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક ઘટનાઓ પર એક નજર કરીએ
દરમિયાન સોનગઢના આમલગુંડી ગામના ખાડી ફળીયામાંથી જાહેર રોડ ઉપર ફતેસિંગભાઈ શિવાભાઈ ગામીત (ઉ.વ.45) રહે,ખાડી ફળિયું,આમલગુંડી ગામ તા.સોનગઢ નાનો કોઈ કેફી પીણાનો નશો કરી લથડીયા ખાતો ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે હેડકોન્સ્ટેબલ દશરથભાઈની ફરિયાદના આધારે ફતેસિંગ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાંઆવ્યો છે.
સોનગઢના પરોઠા હાઉસ પાસેથી જાહેર રસ્તા પરથી સુભાષભાઈ સાહેબરાવ સૂર્યવંશી (ઉ.વ.40) રહે,સાંઈ કોમ્પલેક્ષ,આશીર્વાદ હોટલ પાછળ તા.સોનગઢ નાનો કોઈ કેફી પીણાનો નશો કરી લથડીયા ખાતો ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે એએસઆઈ કાર્તિકભાઈની ફરિયાદના આધારે સુભાષ સૂર્યવંશી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાંઆવ્યો છે.
સોનગઢ તાલુકાના મોંઘવાણ ગામના વડખૂટ ફળિયામાં રહેતો પીલાજીભાઈ દશરીયાભાઈ ગામીત એ પોતાના ઘરના પજારીના ભાગે દેશીદારૂ બનાવવા માટેનું વોશ (રસાયણ) આશરે 60 લીટર ના મુદ્દામાલ સાથે પીલાજી ગામીતને સોનગઢ પોલીસની રેડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈની ફરિયાદના આધારે પીલાજી ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સોનગઢ-લક્કડકોટ માર્ગ પર આવેલ હનુમાનજીના મંદિર પાસેથી જાહેર રસ્તા પરથી એક મોટર સાયકલ નંબર જીજે/26/એસ/7304 નો ચાલક જગદીશભાઈ ગિરીશભાઇ ચૌધરી (ઉ.વ.22) રહે, ઉમરવાવ નજીક, ડુંગરી ફળિયું તા.વ્યારા નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પોતાના કબજાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો.બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સતીશભાઈની ફરિયાદના આધારે જગદીશ ચૌધરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી સોનગઢ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી એક નંબર વગરની મોટર સાયકલનો ચાલક મહેશભાઈ શંકરભાઈ ગામીત (ઉ.વ.32) રહે, ખરસી ગામ,પીપળા ફળિયું તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પોતાના કબજાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસકોન્સ્ટેબલ રમેશભાઈની ફરિયાદના આધારે મહેશ ગામીત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને એક વર્ધી મળી હતી કે, સોનગઢના ડોસવાડા ગામના ડુંગરી ફળીયામાં આવેલ હનુમાનજી મંદિર પાસે રોડ ઉપર બે ઈસમો કોઈ કેફી પીણાના નશાની હેઠળ છે. જે આધારે સ્થળ તપાસ કરતા જીગ્નેશભાઇ મગનભાઈ ગામીત (ઉ.વ.25) રહે, ડોસવાડા ગામ, ગાય વાડા ફળિયું તા.સોનગઢ નાનો તથા મેહુલભાઈ જગદીશભાઈ ગામીત (ઉ.વ.25) રહે, જુનવાણ ગામ, તાડ ફળિયું તા.સોનગઢ નાનો, બંને યુવકો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરેલ હાલતમાં ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંને યુવકો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો હોળીના તહેવાર નિમિતે ઉકાઈ વિસ્તારમાં બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોનગઢ તાલુકાના ભીમપુરા ગામના દત્ત મંદિર ફળીયામાં રહેતી બાનુબેન જીતુભાઈ ગામીતની દુકાનના અંદરના ભાગે સંતાડી દેશીદારૂના મુદ્દામાલ સાથે રહેતી બાનુબેન ગામીતને ઉકાઈ પોલીસની રેડમાં ઝડપી પાડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનગઢ તાલુકાના ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસે હાલ રહેતો નાગયા ધારગયા બોયરી મૂળ રહેવાસી નાલગોંડા (તેલંગણા) નાએ ભીમપુરા ખાતે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ નશા યુક્ત તાડીના મુદ્દામાલ સાથે ઉકાઈ પોલીસની રેડમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈની ફરિયાદના આધારે નશાયુક્ત તાડીના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનગઢ તાલુકાના ભીમપુરા ગામના ભગત ફળીયામાં સુમનભાઈ કિશનભાઈ ગામીતે વગર પાસ પરમીટે પોતાના ઘરની પજારીના ભાગે વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશીદારૂની પોટલીઓ સાથે ઉકાઈ પોલીસની રેડમાં ઝડપાઈ ગયો હતો.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે દેશીદારૂની પોટલીઓ સાથે ઝડપાયેલો સુમન ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગમાં હતા તે દરમિયાન ઉકાઈ તરફથી ચાલતો આવતો જગદીશભાઈ ઈશ્વરલાલ સેંધ રહે, મેઈન રોડ, પોલીસ સ્ટેશનની બાજુમાં તા.માંડવી જી.સુરત નાનો જાહેરમાં વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લથડીયા ખાતો,લવારા બકવાસ કરતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈની ફરિયાદના આધારે જગદીશ સેંધ નામના ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગમાં હતા તે દરમિયાન એક સિલ્વર કલરની જ્યુપીટર બાઈક નંબર જીજે/19/એજી/8442 નો ચાલક પ્રવીણભાઈ ઈશ્વરભાઈ રહે, તાપી મેઈન રોડ તા.માંડવી જી.સુરત નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી પોતાની કબજાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈની ફરિયાદના આધારે બાઈક ચાલક પ્રવીણભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગમાં હતા તે દરમિયાન એક પિયાગો રીક્ષા નંબર જીજે/23/એક્સ/9091 નો ચાલક મહેન્દ્રભાઈ તારાચંદભાઈ ભોઈ રહે, પાથરડા શાકભાજી માર્કેટ-ઉકાઈ તા.સોનગઢ નાનો રીક્ષા ના કાગળો તથા લાયસન્સ વગર પુર ઝડપે અને ગફલતભરી રીતે રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે રીક્ષા હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે રીક્ષાના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ તાલુકાના ગુણસદા ગામના મંદિર ફળીયામાં રહેતી લલીતાબેન રેવાભાઈ ગામીતે પોતાના ઘરની પાછળના ભાગે વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે લલીતાબેન ગામીતને ઉકાઈ પોલીસની રેડમાં ઝડપી પાડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગમાં હતા તે દરમિયાન એક મોટર સાયકલ નંબર જીજે/5/એમ/6500 નો ચાલક વસનજીભાઈ વજીયાભાઈ ગામીતે વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી પોતાની કબજાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા જાહેર માંથી ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈની ફરિયાદના આધારે બાઈક ચાલક વસનજી ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનગઢ ના ગુણસદા ગામના નવાગામ ફળીયામાંથી વંતાભાઈ રાયાભાઈ ગામીત રહે, નવાગામ ફળિયું,ગુણસદા ગામ તા.સોનગઢ નાનો જાહેરમાં વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લથડીયા ખાતો,લવારા બકવાસ કરતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની ફરિયાદના આધારે વંતાભાઈ ગામીત નામના ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.(ફોટો-યુવરાજ પ્રજાપતિ,સોનગઢ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application