માંગરોળનાં વાંકલ ખાતે રહેતી પરિણીતાને સાસરીયા પક્ષ દ્વારા વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતાં તેણે હતાશામાં આવી જઈને એસીડ પી આત્મહત્યા કરી લીધી હતી. જયારે ઘટના બાદ મુંબઈથી આવેલા મહિલાનાં ભાઈએ પોલીસને ફરિયાદ નોંધાવતા ૩ આરોપી સામે ગુનો નોંધાયો હતો
મળતી માહિતી મુજબ, વાંકલ ગામે સાસરીમાં રહેતી અને મુળ ઉત્તન ગામ મુંબઇની મેહરાજનાં વાંકલ ગામે લગ્ન થયા હતા. જોકે લગ્નનાં થોડા સમય સુધી સાસરિયા પક્ષ દ્વારા પરિણીતાને સારી રીતે રાખ્યા બાદ તેને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધુ હતુ. ત્યારબાદ હતો ત્યારબાદ સાસરીયા પક્ષ દ્વારા પરિણીતાને ઘરકામ બાબતે મેણા-ટોણા મારી હેરાન પરેશાન કરી અપશબ્દો કહેવાતા હતા. સાસરિયાઓએ તેને હેરાનગતિ ચાલુ રાખતાં કંટાળેલી પરિણીતા મેહરાજે અંતે એસીડ ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. વધુમાં બહેનનાં અકાળે મોતની જાણ મુંબઇ ખાતે રહેતા ભાઈ આમીરને થતા તે વાંકલ ખાતે આવી પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે સાસરીયાઓ સામે આરોપો મુકી માંગરોળ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. હાલ પોલીસે જેઠ ઇશાક ઇસ્તીયાક પઠાણ, જેઠ અફસર કલ્લુ ઇસ્તીયાક પઠાણ અને જેઠાણી કૌસર ઉર્ફે મોટો અફસર પઠાણ (તમામ રહે. વાંકલ ગામ, તા. માંગરોળ) વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application